કોટડાસાંગાણીની સરકારી શાળાઓમાં ‘ગુડ ટચ – બેડ ટચ’ પોસ્ટર દ્વારા બાળ જાગૃતિનો અનોખો પ્રયાસ

કોટડાસાંગાણીની સરકારી શાળાઓમાં ‘ગુડ ટચ – બેડ ટચ’ પોસ્ટર દ્વારા બાળ જાગૃતિનો અનોખો પ્રયાસ

કોટડાસાંગાણી, બાળકોમાં જાતીય જાગૃતિ અને સુરક્ષા અંગે સમજણ વધારવાના ઉદ્દેશ્યથી કોટડાસાંગાણી તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. તાલુકાના બીઆરસી કો-ઓર્ડિનેટર તથા પ્રેરક શિક્ષક શ્રી વીરભદ્રસિંહ જાડેજાએ પોતાના જન્મદિવસ નિમિત્તે તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં “ગુડ ટચ, બેડ ટચ” વિષયક પોસ્ટર ભેટ સ્વરૂપે આપીને બાળ જાગૃતિનો સંદેશ પ્રસૃત કર્યો છે.

તાલુકાની તમામ શાળાઓના શિક્ષકોએ આ પોસ્ટરો મારફતે વિદ્યાર્થીઓને યોગ્ય અને સરળ ભાષામાં સમજાવ્યું કે કયા પ્રકારનો સ્પર્શ સકારાત્મક છે અને કયો નકારાત્મક. છેલ્લા કેટલાક વર્ષોમાં બાળકો સાથે થતા દુર્વ્યવહાર અને જાતીય શોષણની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. આવા સમયમાં બાળકોને પોતાની સુરક્ષા વિશે જાગૃત કરવું સમયની જરૂરિયાત બની ગયું છે.

વીરભદ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, “બાળકોની દુનિયા નિર્દોષ હોય છે, તેઓ સ્કૂલે કે રમતમાં અનેક અજાણ્યા લોકો સાથે સંપર્કમાં આવે છે. માતા-પિતા હંમેશા સાથે ન હોઈ શકે, ત્યારે શિક્ષક તરીકે આપણી ફરજ છે કે તેમને ‘ગુડ ટચ’ અને ‘બેડ ટચ’ વચ્ચેનો ભેદ સમજાવી શકીએ.”

આ પહેલ હેઠળ શિક્ષકોએ પોસ્ટર દ્વારા દરેક વર્ગમાં સમજણ સત્રો યોજ્યાં અને બાળકોને પોતાના શરીર વિશે સન્માન તથા સુરક્ષા અંગે ચર્ચા કરવા પ્રોત્સાહિત કર્યા.

વીરભદ્રસિંહ જાડેજા હંમેશા “આપણું કોટડા, કાર્યશીલ કોટડા”ના સૂત્ર સાથે શિક્ષણ ક્ષેત્રે નવી પહેલો કરે છે. તેમની આ માનવતાભરી પહેલને તાલુકાના શિક્ષકો, વાલીઓ અને સમાજજનોએ વધાવી છે તથા તેમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.

You may also like

G7 સમિટમાં મોદી-મેલોનીની કેમિસ્ટ્રી, આપણે ઇન્સ્ટાગ્રામના સૌથી ફેમસ કપલ છીએ:  ઇટલીના પીએમ મેલોની

G7 સમિટમાં મોદી-મેલોનીની કેમિસ્ટ્રી, આપણે ઇન્સ્ટાગ્રામના સૌથી ફેમસ કપલ છીએ: ઇટલીના પીએમ મેલોની

ભક્તિનગર સર્કલ પાસે એસ.ટી.ની ઈલેક્ટ્રિક બસમાં ટેકનિકલ ખામી, ઝાડની ડાળીથી ચેતવણી

ભક્તિનગર સર્કલ પાસે એસ.ટી.ની ઈલેક્ટ્રિક બસમાં ટેકનિકલ ખામી, ઝાડની ડાળીથી ચેતવણી

રાજુલામાં ચોરીની ઘટનામાં રાજકોટના શખ્સ સહિત ત્રણ ઝડપાયા

રાજુલામાં ચોરીની ઘટનામાં રાજકોટના શખ્સ સહિત ત્રણ ઝડપાયા

અયોધ્યા રામ મંદિરમાં કરોડોની ચોરીનો પર્દાફાશ, 40 દાન પેટીઓ અને કિંમતી વસ્તુઓ પર હાથ સાફ કરનારા 42થી વધુ કર્મચારીઓની તપાસ

અયોધ્યા રામ મંદિરમાં કરોડોની ચોરીનો પર્દાફાશ, 40 દાન પેટીઓ અને કિંમતી વસ્તુઓ પર હાથ સાફ કરનારા 42થી વધુ કર્મચારીઓની તપાસ