દિલ્હી આતંકી હુમલા બાદ અમેરિકાનો પ્રતિભાવ: ભારત પોતાની તપાસમાં પૂરતું સક્ષમ, અમારી સહાય વિના પણ સારું કામ કરી રહ્યું છે Nov 13, 2025 દિલ્હીના લાલ કિલ્લા નજીક 10મી નવેમ્બરે થયેલા ભયાનક કાર બોમ્બ વિસ્ફોટ પછી અમેરિકા તરફથી મહત્વપૂર્ણ નિવેદન આવ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ જણાવ્યું કે ભારતની તપાસ એજન્સીઓ ખૂબ જ સક્ષમ છે અને તેમને અમેરિકાની મદદની જરૂર નથી.રુબિયોએ કહ્યું કે, “અમે દિલ્હીના કાર બ્લાસ્ટ કેસમાં ભારતને મદદની ઓફર કરી હતી, પરંતુ ભારતીય અધિકારીઓ ખૂબ સારું કામ કરી રહ્યા છે. તેમની તપાસ ક્ષમતા પર અમને સંપૂર્ણ વિશ્વાસ છે.”આ નિવેદન ભારતની રાષ્ટ્રીય તપાસ એજન્સી NIA સહિત અન્ય તપાસ એજન્સીઓની કાર્યક્ષમતાને અમેરિકાના માન્ય સ્વીકાર તરીકે જોવામાં આવી રહ્યું છે.G7 બેઠક દરમિયાન દ્વિપક્ષીય ચર્ચાકેનેડામાં યોજાયેલી G7 વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અને અમેરિકાના વિદેશ મંત્રી રુબિયો વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો યોજાઈ હતી. બંને દેશોએ વેપાર, સપ્લાય ચેઇન, યુક્રેન યુદ્ધ, મધ્ય પૂર્વની પરિસ્થિતિ અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર અંગે ચર્ચા કરી હતી.જયશંકરે ‘X’ (પૂર્વે Twitter) પર પોસ્ટ કરીને જણાવ્યું કે, રુબિયોએ દિલ્હીમાં થયેલા વિસ્ફોટમાં મૃત્યુ પામેલાઓ માટે શોક વ્યક્ત કર્યો અને ઇજાગ્રસ્તોના સ્વાસ્થ્ય માટે શુભેચ્છા પાઠવી.દિલ્હી બ્લાસ્ટમાં 12ના મોત, તપાસ ચાલુદિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન-1 પાસે 10મી નવેમ્બરે કારમાં થયેલા શક્તિશાળી વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે આસપાસની બિલ્ડિંગોના કાચ તૂટી ગયા હતા અને નજીકના મંદિરોને પણ નુકસાન થયું હતું.તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આતંકવાદી ઉમરે જ કારમાં બ્લાસ્ટ કર્યો હતો. DNA ટેસ્ટ દ્વારા તેની ઓળખ પુષ્ટિ થઈ છે.યુએસ એમ્બેસીનો શોક સંદેશભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે પણ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા લખ્યું — “દિલ્હીમાં થયેલા ભયાનક વિસ્ફોટમાં પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારો સાથે અમારી સંવેદના છે. ઇજાગ્રસ્તોને ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરીએ છીએ.”દિલ્હી બ્લાસ્ટ બાદ અમેરિકા તરફથી મળેલ આ પ્રતિભાવ ભારતની આતંકવાદ વિરોધી ક્ષમતાનો સ્વીકાર દર્શાવે છે. ભારતની એજન્સીઓ હાલમાં પુરાવા એકત્ર કરવા અને આંતરરાષ્ટ્રીય કડી શોધવામાં વ્યસ્ત છે. Previous Post Next Post