વેરાવળ ચોપાટી ખાતે મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત દિવ્ય યોગ શિબિર યોજાશે

વેરાવળ ચોપાટી ખાતે મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત દિવ્ય યોગ શિબિર યોજાશે

વેરાવળ : લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે તેમજ ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાનના ભાગરૂપે વહીવટી તંત્ર અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સહયોગથી વેરાવળ ચોપાટી ખાતે વિશાળ દિવ્ય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

આ યોગ શિબિર આજ રોજ બપોરે 4.30 થી સાંજે 6.00 વાગ્યા સુધી યોજાશે. આ કાર્યક્રમ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગીર-સોમનાથ અને જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ યોજાશે.

શિબિર દરમિયાન ભાગ લેનાર નાગરિકોને મેદસ્વિતા દૂર કરવા માટેના ખાસ આસનો, પ્રાણાયામ, અને વ્યાયામ કરાવવામાં આવશે. સાથે જ ધ્યાન (મેડિટેશન), કમર સંબંધિત આસનો, તેમજ લાફિંગ થેરાપી જેવા પ્રયોગો પણ કરાવવામાં આવશે.

આ યોગ શિબિરનો હેતુ નાગરિકોને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહિત કરવાનો અને શરીર-મનના સંતુલન દ્વારા મેદસ્વિતાને ઘટાડવાનો છે. કાર્યક્રમમાં વધુમાં વધુ નાગરિકોને હાજરી આપવા આહ્વાન કરવામાં આવ્યું છે જેથી ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત’નું સ્વપ્ન સાકાર બની શકે.

You may also like

વાસ્તુશાસ્ત્ર મુજબ ઇમારત આસપાસના રસ્તાઓની દિશા અને સંખ્યા પ્રગતિ, સ્વાસ્થ્ય અને આર્થિક સ્થિતિને અસર કરે છે

વાસ્તુશાસ્ત્ર મુજબ ઇમારત આસપાસના રસ્તાઓની દિશા અને સંખ્યા પ્રગતિ, સ્વાસ્થ્ય અને આર્થિક સ્થિતિને અસર કરે છે

દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસવેનું લોકાર્પણ: PM મોદીએ એશિયાનો સૌથી લાંબો વાઈલ્ડલાઈફ કોરિડોર દેશને સમર્પિત કર્યો

દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસવેનું લોકાર્પણ: PM મોદીએ એશિયાનો સૌથી લાંબો વાઈલ્ડલાઈફ કોરિડોર દેશને સમર્પિત કર્યો

રસોઈ ટિપ્સ: 'ઇન્સ્ટન્ટ' કાચી કેરીની ચટણી બનાવવાની સૌથી સરળ રીત, મિનિટોમાં કરો તૈયાર

રસોઈ ટિપ્સ: 'ઇન્સ્ટન્ટ' કાચી કેરીની ચટણી બનાવવાની સૌથી સરળ રીત, મિનિટોમાં કરો તૈયાર

ગુજરાતમાં ગરમી વચ્ચે ફરી માવઠાની આગાહી: અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા

ગુજરાતમાં ગરમી વચ્ચે ફરી માવઠાની આગાહી: અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા