જાપાનમાં 7.1 ની તીવ્રતાના ભૂકંપથી 13ના મોત Jul 29, 2026 નવી દિલ્હી ,ગુમ થયેલા સેંકડો લોકોની શોધખોળ અને બચાવ અભિયાન ચાલુજાપાનના વડા પ્રધાન સના તાકાઇચીએ બુધવારે સવારે જણાવ્યું હતું કે, દેશના દક્ષિણપશ્ચિમ મુખ્ય ટાપુ ક્યુશુના કુમામોટો ક્ષેત્રમાં ઓછામાં ઓછા 13 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. એક દિવસ પહેલા આવેલા શક્તિશાળી ભૂકંપથી આ વિસ્તાર ગંભીર રીતે પ્રભાવિત થયો હતો. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, મૃત્યુઆંક વધી શકે છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 હતી. ઘણા લોકો હજુ પણ ગુમ થયાના અહેવાલ છે. બચાવ કાર્યકરો તેમને શોધી રહ્યા છે.મંગળવારે સાંજે 4.27 વાગ્યે આવેલા શક્તિશાળી ભૂકંપ બાદ શોપિંગ સેન્ટર (આયન મોલ)માં થયેલા વિસ્ફોટમાં બે મહિલાઓના મોત થયા હતા. એક મહિલા બેભાન હાલતમાં મળી આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વિસ્ફોટ ગેસ લીકેજને કારણે થયો હોવાનું માનવામાં આવે છે. વિસ્ફોટ પહેલા લગભગ 200 લોકોએ શોપિંગ સેન્ટર ખાલી કરાવ્યું હતું. ફાયર એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીના જણાવ્યા અનુસાર, બીજો માળ તૂટી પડ્યા પછી ઘણા લોકો ઇમારતની અંદર ફસાયેલા હોવાની આશંકા છે. આ મોલ કુમામોટો શહેરની બહાર સ્થિત છે. મોલની છત અને દિવાલો ધરાશાયી થઈ છે.દેશના દક્ષિણપશ્ચિમમાં આવેલા ભૂકંપને કારણે ઇમારતો ધરાશાયી થઈ ગઈ અને આગ ફાટી નીકળી. ઓછામાં ઓછા 50 લોકોને હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા. તાકાચીએ જણાવ્યું હતું કે મિલકતના નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. બુધવારે સવાર સુધીમાં, કુમામોટો અને નાગાસાકી વિસ્તારોમાં 261,500 થી વધુ લોકોને સ્થળાંતર કેન્દ્રોમાં ખસેડવાની સૂચના આપવામાં આવી હતી. ક્યુશુ ઇલેક્ટ્રિક પાવરના જણાવ્યા અનુસાર, બુધવાર સવાર સુધીમાં કુમામોટો વિસ્તારમાં 34,360 ઘરો વીજળી વિનાના હતા. કુમામોટો, સાગા અને નાગાસાકી વિસ્તારોમાં આજે સવાર સુધીમાં આશરે 84,000 ઘરો પાણી વિનાના હતા.