સોમવારથી મંગલમૂર્તિના જાજરમાન મહાઉત્સવનો મંગલ પ્રારંભ

સોમવારથી મંગલમૂર્તિના જાજરમાન મહાઉત્સવનો મંગલ પ્રારંભ

રાજકોટ,

|| વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ, 
નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા ||

સર્વેશ્વર ચોક અને ત્રિકોણબાગમાં રજવાડી થીમે બિરાજશે ગણપતિ દાદા: 

રાજકોટના લોકપ્રિય અને ધાર્મિક આસ્થાનું કેન્દ્ર બનેલા સર્વેશ્વર ચોક અને ત્રિકોણબાગ ખાતે આ વર્ષે ગણપતિ દાદાને વિશેષ રજવાડી થીમમાં બિરાજમાન કરવામાં આવશે, જે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બનશે. સર્વેશ્વર ચોકમાં આ દસમા વર્ષના પાટીદારો અને ભક્તોના વિશેષ આયોજનમાં ઉત્સવ દરમિયાન વૃદ્ધાશ્રમના વડીલો વિશેષ ઉપસ્થિત રહીને મહાઆરતીનો લાભ લેશે અને સાથે મળીને ભોજન પ્રસાદ ગ્રહણ કરશે. આ ઉપરાંત અન્નકૂટ દર્શન, સત્યનારાયણ ભગવાનની કથા અને રક્તદાન કેમ્પ સહિતના અનેકવિધ ધાર્મિક તેમજ સેવાકીય કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ સમગ્ર ધાર્મિક મહોત્સવ દરમિયાન પર્યાવરણ અને પરિસરની શુદ્ધતા જળવાઈ રહે તે હેતુથી સ્વચ્છતા ઝુંબેશ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ટ્રસ્ટ દ્વારા ઉત્સવની સાથે-સાથે સ્વચ્છતાનો સંદેશો જન-જન સુધી પહોંચાડવા માટે ખાસ આયોજનો હાથ ધરવામાં આવ્યા છે.

રાજકોટમાં નાના-મોટા સંગઠનો, ધાર્મિક મંડળો તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા શહેરના લગભગ તમામ વિસ્તારોમાં ગણપતિના નાના-મોટા આયોજનો કરવામાં આવ્યા છે, જેમાં પંડાલની સાજ-સજા અને ગણપતિનો શૃંગાર મોટેભાગે પૂર્ણ થઈ ગયો છે અને છેલ્લી ઘડીની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે મીઠાઈના વેપારીઓ પણ મોદક સહિતની વિવિધ મીઠાઈઓ બનાવવામાં વ્યસ્ત થયા છે.
ઉલ્લેખનીય છે કે શહેરના વિચારો ઘરમાં સ્થાપિત નાની ગણપતિની મૂર્તિઓ માટે હજારો પરિવારો રોજ વિવિધ પ્રકારની મીઠાઈઓ પ્રસાદમાં વાપરવા માટે ઉપયોગ કરે છે ત્યારે મીઠાઈ માર્કેટમાં પણ અત્યારે ગણપતિ મહોત્સવનો રંગ જોવા મળી રહ્યો છે.

રાજકોટમાં ઠેર-ઠેર માટી નિર્મિત ગણપતિ મૂર્તિઓનું ધૂમ વેચાણ

તંત્ર તરફથી પીઓપીની મૂર્તિ પર્યાવરણને નુકસાન કરે છે તેવા સતત પ્રચાર અને પ્રસારને કારણે રાજકોટમાં હવે માટે ભાગે માટી નિર્મિત ગણપતિની મૂર્તિઓનું ચલણ વધી ગયું છે. શહેરના વિસ્તારોમાં લગાવેલા નાના-મોટા પંડાલોમાં અત્યારે પર-પ્રાંતીઓ માટી નિર્મિત મોટી ગણપતિ મૂર્તિઓનું ઓર્ડર મુજબ વેચાણ કરી રહ્યા છે. જેની કિંમત ₹500 થી લઈને 5000 રૂપિયા સુધીની બોલાઈ રહી છે. મોટી સાઇઝની મૂર્તિઓ અગાઉથી જ બુક થઈ ગઈ છે જ્યારે નાની મૂર્તિઓ માટે આવતીકાલે રવિવારે સોમવારે સવારે પુષ્કળ ખરીદી નીકળશે તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે.

ડીજે, રોશની અને ડેકોરેશન સર્વિસવાળાઓને તડકો

રાજકોટમાં હવે ખૂબ જ વ્યાપક પ્રમાણમાં ગણપતિ મહોત્સવ ઉજવાઈ રહ્યા છે, ત્યારે નાના મોટા પંડાલોમાં ડીજે, રોશની ડેકોરેશન તેમજ અન્ય ડેકોરેશન માટે સર્વિસ આપતા ધંધાર્થીઓને તડકો પડ્યો છે. ઓણ સાલ ગણપતિ મહોત્સવ દરમિયાન વરસાદ આવવાની સંભાવનાને લઈને તે પ્રકારના પંડાલોનું બાંધકામ થયું છે અને વરસાદની સંભાવનાને જોતા અગમચેતીના  ભાગરૂપે લાઈટ ડેકોરેશન તેમજ ડીજેવાળાઓએ એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવા માટે ગત વર્ષોની સરખામણીએ થોડો વધારે ચાર્જ વસૂલ કર્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી ગયું છે.

You may also like

ગુજરાત સરકારે એક વર્ષમાં પેટ્રોલ ડીઝલથી રૂ. 21,992 કરોડની કમાણી કરી

ગુજરાત સરકારે એક વર્ષમાં પેટ્રોલ ડીઝલથી રૂ. 21,992 કરોડની કમાણી કરી

દિલ્હી-યૂપી સહિત દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનનું એલર્ટ

દિલ્હી-યૂપી સહિત દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનનું એલર્ટ

માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્વપ્નોના લાભ લેતા જૈન ભાવિકો

માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્વપ્નોના લાભ લેતા જૈન ભાવિકો

સોમવારથી મંગલમૂર્તિના જાજરમાન મહાઉત્સવનો મંગલ પ્રારંભ

સોમવારથી મંગલમૂર્તિના જાજરમાન મહાઉત્સવનો મંગલ પ્રારંભ