દિલ્હી-યૂપી સહિત દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનનું એલર્ટ Sep 12, 2026 નવી દિલ્હી,ઘણી જગ્યાએ 75 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન, જનજીવન પ્રભાવિત થવાની શક્યતાદેશના અનેક રાજ્યોમાં ચોમાસુ ફરી એકવાર સક્રિય થઈ ગયું છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે દેશના આશરે 20 જેટલા રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનનું રેડ/ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજધાની દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિતના વિસ્તારોમાં હવામાનના આ બદલાવથી લોકોને ગરમીથી રાહત મળશે, પરંતુ સાથે જ તંત્ર પણ સાવચેત થઈ ગયું છે.હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આજે દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ, આસામ, મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગાણા, કેરળ, ત્રિપુરા અને નાગાલેન્ડમાં વરસાદનું જોર વધશે. આ રાજ્યોમાં માત્ર ધોધમાર વરસાદ જ નહીં, પરંતુ ગાજવીજ સાથે વાવાઝોડાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે.હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, વાતાવરણમાં સર્જાયેલા નવા પલટા અને લો પ્રેશર સિસ્ટમના કારણે કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં પવનની ઝડપ પ્રતિ કલાક 75 કિલોમીટર સુધી પહોંચી શકે છે. આટલી તીવ્ર ગતિના પવનોને કારણે વૃક્ષો ધરાશાયી થવા, વીજળી પુરવઠો ખોરવાવો અને વાહનવ્યવહાર પ્રભાવિત થવાની પૂરી સંભાવના છે. હવામાન વિભાગે નાગરિકોને જરૂર વગર ઘરની બહાર ન નીકળવા તેમજ સાવચેતીનાં પગલાં લેવા અપીલ કરી છે. Previous Post Next Post