ગુજરાત સરકારે એક વર્ષમાં પેટ્રોલ ડીઝલથી રૂ. 21,992 કરોડની કમાણી કરી Sep 12, 2026 ગાંધીનગર,વાહનચાલકોના ખિસ્સા હળવા થયાં પણ ગુજરાતમાં નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન પેટ્રોલ-ડિઝલ પરના વેટ, જીએસટી અને સેસથી રાજ્ય સરકારને કુલ રૂપિયા 21,992 કરોડની જંગી આવક થઈ છે. ગુજરાતમાં પેટ્રોલ પર 13.7 ટકા, જ્યારે ડિઝલ પર 14.9 ટકા વેટ ઉપરાંત ચાર ટકાનો સેસ લેવામાં આવે છે. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન રાજ્ય સરકારને પેટ્રોલ પરના વેટ પેટે રૂપિયા 4423 કરોડ મળ્યા હતા, જ્યારે પેટ્રોલ પર સીએસટીમાં 1040 કરોડ અને સેસમાંથી 1328 કરોડની આવક થઈ હતી.રાજ્ય સરકાર માટે આવકની દ્રષ્ટિએ ડીઝલ વધુ મોટો સ્ત્રોત સાબિત થઈ રહ્યું છે. ડીઝલ પરના વેટમાંથી સરકારને 8675 કરોડ, સીએસટીમાંથી 2427 કરોડ અને સેસમાંથી 3099 કરોડની આવક પ્રાપ્ત થઈ હતી. સરકારને થયેલી કુલ આવકમાં ડીઝલનો હિસ્સો 69.10 ટકા અને પેટ્રોલનો હિસ્સો 30.90 ટકા જેટલો રહેવા પામ્યો છે. આ આંકડાઓ મુજબ ગુજરાત સરકારને માત્ર પેટ્રોલ-ડીઝલ પરના ટેક્સથી પ્રતિદિન સરેરાશ 60.25 કરોડ રૂપિયાની આવક થાય છે. Next Post