કોલંબિયામાં સોનાની ખાણમાં ભૂસ્ખલનથી ૧૪ શ્રમિકોના કરૂણ મોત Oct 20, 2026 નવી દિલ્હી,ઇક્વાડોરના નારિનો વિસ્તારમાં ભૌગોલિક પડકારો અને ગેંગના ત્રાસ વચ્ચે બચાવ કામગીરી પૂર્ણદક્ષિણ અમેરિકન દેશ કોલંબિયાના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં આવેલા નારિનો પ્રદેશમાં ઈક્વાડોરની સરહદ નજીક આવેલી એક ગેરકાયદે સોનાની ખાણમાં અચાનક ભયાનક ભૂસ્ખલન થતાં ૧૪ જેટલા શ્રમિકોના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ૭ શ્રમિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. દુર્ઘટના સ્થળની અત્યંત કઠિન અને મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિ તેમજ આ વિસ્તારમાં સક્રિય ગુનાહિત સશસ્ત્ર ગેંગના ભારે ત્રાસ અને જોખમ વચ્ચે રાહત અને બચાવ ટીમોને ઘટનાસ્થળે પહોંચવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આમ છતાં, સ્થાનિક તંત્ર અને બચાવ ટીમો દ્વારા જેસીબી મશીનો તેમજ હોડીઓની મદદથી કાટમાળમાંથી તમામ મૃતદેહોને બહાર કાઢી લેવામાં આવ્યા છે અને ઘાયલોને યોગ્ય સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. કોલંબિયામાં આજીવિકાના સાધનોના અભાવે અને ગેરકાયદે ખાણકામને કારણે અવારનવાર આવી ગંભીર દુર્ઘટનાઓ સર્જાતી રહે છે. Previous Post Next Post