રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 70 વર્ષના વૃદ્ધા જાતે સ્ટ્રેચર ખેંચવા મજબૂર Oct 20, 2026 રાજકોટ,હોસ્પિટલના કમ્પાઉન્ડમાં દર્દીની લાચારીનો વીડિયો વાયરલ થતાં તંત્ર સામે ઉઠ્યા સવાલોરાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલ પરિસરમાંથી સામે આવેલા એક વીડિયોએ સમગ્ર આરોગ્ય તંત્રની પોલ ખોલી નાખી છે, જેમાં 70 વર્ષની એક વૃદ્ધા હોસ્પિટલનાં કમ્પાઉન્ડમાં જાતે જ સ્ટ્રેચર ખેંચીને લઈ જતી અત્યંત લાચાર હાલતમાં નજરે પડી રહી છે.રાજકોટ શહેરના આ સૌથી મોટા સરકારી મેડિકલ હબમાં સ્ટ્રેચર કે વ્હીલચેર જેવી પ્રાથમિક સુવિધાઓ સમયસર ઉપલબ્ધ ન થવાને કારણે દર્દીઓ અને તેમના સ્વજનોએ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ સ્થાનિક નાગરિકો અને સંગઠનોમાં રોષ ફેલાયો છે તેમજ હોસ્પિટલના વહીવટી તંત્રની કાર્યપદ્ધતિ સામે ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે. Previous Post Next Post