રાજકોટની સુપ્રસિદ્ધ ‘બાલાજી થાળ’માંથી 150 કિલો અખાદ્ય સામગ્રીનો નાશ

રાજકોટની સુપ્રસિદ્ધ ‘બાલાજી થાળ’માંથી 150 કિલો અખાદ્ય સામગ્રીનો નાશ

રાજકોટ,

સ્વચ્છતાના આગ્રહી ગણાતી રેસ્ટોરન્ટમાં ગંભીર બેદરકારી સામે આવતા ખળભળાટ: રેસ્ટોરન્ટ સંચાલકોને દંડ ફટકારાયો

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના ખાદ્ય પ્રતિષ્ઠાનોમાં હાથ ધરવામાં આવેલી આકસ્મિક તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. શહેરની જાણીતી રેસ્ટોરન્ટ ‘બાલાજી થાળ’માં આરોગ્ય વિભાગની ટીમે દરોડો પાડતા સ્વચ્છતાના ધજાગરા ઊડતા જોવા મળ્યા હતા. તપાસ દરમિયાન લોટમાં જીવાત પડેલી હોવાનું માલૂમ પડતા તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં આવી હતી.

આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન રસોડામાં સંગ્રહિત કરવામાં આવેલી ખાદ્ય સામગ્રીની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં લોટ સહિતની વિવિધ વસ્તુઓ અખાદ્ય હાલતમાં હોવાનું જણાયું હતું. ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય તે માટે તંત્ર દ્વારા અંદાજે ૧૫૦ કિલો જેટલો અખાદ્ય જથ્થો તાત્કાલિક કબજે કરી તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

પ્રસિદ્ધ રેસ્ટોરન્ટમાં જોવા મળેલી આ ગંભીર બેદરકારી અને અસ્વચ્છતાને પગલે આરોગ્ય વિભાગે કડક વલણ દાખવ્યું છે. તંત્ર દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ રેસ્ટોરન્ટના સંચાલકોને ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. સાથે જ, ભવિષ્યમાં સ્વચ્છતા જાળવવા અને ગ્રાહકોના આરોગ્યને પ્રાધાન્ય આપવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે. RMCની આ મેગા ડ્રાઈવને પગલે શહેરમાં અન્ય ખાણીપીણીના વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

You may also like

બેડી યાર્ડના વેપારી સાથે રૂ. 1.63 કરોડની છેતરપિંડી, સુરતના શખ્સ સામે ગુનો દાખલ

બેડી યાર્ડના વેપારી સાથે રૂ. 1.63 કરોડની છેતરપિંડી, સુરતના શખ્સ સામે ગુનો દાખલ

શિક્ષણમાં સરકારી દખલ બદલ ખાનગી શાળાઓના સંચાલકોની  ઉગ્ર આંદોલનની ચિમકી

શિક્ષણમાં સરકારી દખલ બદલ ખાનગી શાળાઓના સંચાલકોની ઉગ્ર આંદોલનની ચિમકી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

રાજકોટમાં ૩૪ હજારથી વધુ ફ્લેટધારકો સર્ટિફિકેટ વિહોણા: ફ્લાવર બેડ હપ્તા પદ્ધતિ સામે સંકટ

રાજકોટમાં ૩૪ હજારથી વધુ ફ્લેટધારકો સર્ટિફિકેટ વિહોણા: ફ્લાવર બેડ હપ્તા પદ્ધતિ સામે સંકટ