ટેલિગ્રામના માધ્યમથી સાયબર ગઠિયાઓનો આતંક, રાજકોટમાં બેંક એકાઉન્ટ ભાડે આપીને રૂ. 53 લાખની છેતરપિંડી

ટેલિગ્રામના માધ્યમથી સાયબર ગઠિયાઓનો આતંક, રાજકોટમાં બેંક એકાઉન્ટ ભાડે આપીને રૂ. 53 લાખની છેતરપિંડી

રાજકોટ,

આર્થિક લાલચમાં આવીને બેંક ખાતા ભાડે આપનારા સામાન્ય નાગરિકો પણ હવે કાયદાના સકંજામાં

રાજકોટ શહેરમાં સાયબર ગઠિયાઓ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટેલિગ્રામ’ના માધ્યમથી આચરવામાં આવેલા એક મોટા સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો છે. ગુનેગારોએ આર્થિક રીતે નબળા અથવા લાલચમાં આવતા નિર્દોષ લોકોને નિશાન બનાવી, તેમની પાસેથી બેંક એકાઉન્ટ ભાડે મેળવીને રૂ. 53 લાખ જેવી માતબર રકમના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન કર્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

ટેલીગ્રામના યુઝરને એકાઉન્ટ ભાડે અપાતા તેમાં સાયબર ફ્રોડના રૂા. 53 લાખ જમા થતાં એકાઉન્ટ ધારક મનજીત શશીકાંત ભીમજીયાણી (રહે. ગૌતમનગર મેઈન રોડ, કૃતિ રેસિડેન્સી ગાંધીગ્રામ) વિરુદ્ધ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. મનજીતે તેની પત્નીના ત્રણ બેંક એકાઉન્ટ પણ સાયબર ફ્રોડ માટે ભાડે આપ્યા હતા. જેમાં કેટલી રકમ જમા થઈ હતી તેનો સાયબર ક્રાઈમ પોલીસ હિસાબ કરી રહી છે.
સાયબર ક્રાઈમ પોલીસ મથકના એએસઆઈ વિવેક કુછડીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, એક્સિસ બેંકના ખાતાધારક મનજીતના ખાતામાં અલગ-અલગ રાજ્યોમાં થયેલી 15 અરજીના કુલ રૂા. 53 લાખ કે જે સાયબર ફ્રોડના હતા તે જમા થયા હતા.
જેથી મનજીતની પુછપરછ કરતા જણાવ્યું કે, પોતાનું ખાતું ગેમિંગના અને ફ્રોડના નાણાં જમા કરાવવા માટે કમિશનથી ટેલિગ્રામના એક યુઝરને આપ્યું હતું. જેના બદલામાં તેને રૂા. 30 હજારનું કમિશન મળ્યું હતું. એટલું જ નહીં તેણે પોતાના અને પત્ની મોસમીના નામના ત્રણ બેંક એકાઉન્ટ પણ તે જ ટેલિગ્રામના યુઝરને ભાડે આપ્યા હતા. જેના બદલામાં તેને રૂા. 90 હજાર મળી કુલ રૂા.1.20 લાખનું કમિશન મળ્યું હતું.

પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે, સાયબર ગઠિયાઓએ વ્યવસ્થિત આયોજન કરીને કુલ ચાર અલગ-અલગ બેંક ખાતાઓનો ઉપયોગ કર્યો હતો. આ ખાતાઓ મારફતે કુલ રૂ. 53 લાખના શંકાસ્પદ વ્યવહારો થયા છે. જ્યારે તપાસના તાર એકાઉન્ટ હોલ્ડર્સ સુધી પહોંચ્યા ત્યારે તેઓ પોતે પણ આ છેતરપિંડીથી અજાણ હોવાનો દાવો કરી રહ્યા છે, પરંતુ કાયદાની દ્રષ્ટિએ પોતાના ખાતાનો ગેરકાયદેસર ઉપયોગ કરવા દેવો તે પણ ગંભીર ગુનો બને છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સાયબર ક્રાઈમ શાખા દ્વારા આ ચારેય બેંક ખાતાઓને તાત્કાલિક ફ્રીઝ કરવામાં આવ્યા છે. વધુમાં, આ સમગ્ર રેકેટ પાછળ કોનો હાથ છે અને આ રકમ ક્યાં ટ્રાન્સફર કરવામાં આવી હતી તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.

You may also like

રાજકોટની સુપ્રસિદ્ધ ‘બાલાજી થાળ’માંથી 150 કિલો અખાદ્ય સામગ્રીનો નાશ

રાજકોટની સુપ્રસિદ્ધ ‘બાલાજી થાળ’માંથી 150 કિલો અખાદ્ય સામગ્રીનો નાશ

ટેલિગ્રામના માધ્યમથી સાયબર ગઠિયાઓનો આતંક, રાજકોટમાં બેંક એકાઉન્ટ ભાડે આપીને રૂ. 53 લાખની છેતરપિંડી

ટેલિગ્રામના માધ્યમથી સાયબર ગઠિયાઓનો આતંક, રાજકોટમાં બેંક એકાઉન્ટ ભાડે આપીને રૂ. 53 લાખની છેતરપિંડી

રાજ્યમાં તલાટીઓ લડાયક મૂડમાં: મહેસૂલી કામગીરી ઠપ્પ કરવાની ચીમકી

રાજ્યમાં તલાટીઓ લડાયક મૂડમાં: મહેસૂલી કામગીરી ઠપ્પ કરવાની ચીમકી

પર્યાવરણ સુરક્ષા તરફ મોટું કદમ: ગુજરાતની સરકારી બસો હવે  વીજળીથી દોડશે

પર્યાવરણ સુરક્ષા તરફ મોટું કદમ: ગુજરાતની સરકારી બસો હવે વીજળીથી દોડશે