પર્યાવરણ સુરક્ષા તરફ મોટું કદમ: ગુજરાતની સરકારી બસો હવે  વીજળીથી દોડશે

પર્યાવરણ સુરક્ષા તરફ મોટું કદમ: ગુજરાતની સરકારી બસો હવે વીજળીથી દોડશે

ગાંધીનગર,

ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું જાળું બિછાવાશે: નવી EV પોલિસી હેઠળ *GSRTC, BRTS અને AMTS*ની બદલાશે કાયાકલ્પ

ગુજરાત સરકાર પર્યાવરણની જાળવણી અને પ્રદૂષણ મુક્ત જાહેર પરિવહન વ્યવસ્થા માટે એક ઐતિહાસિક નિર્ણય લેવા જઈ રહી છે. રાજ્ય સરકાર હવે તબક્કાવાર રીતે ડીઝલથી ચાલતી તમામ સરકારી બસોને વિદાય આપી તેની જગ્યાએ અત્યાધુનિક ઇલેક્ટ્રિક બસો (EV) દોડાવવાની તૈયારી કરી રહી છે. આ પરિવર્તન હેઠળ ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC)ની એસ.ટી. બસો ઉપરાંત અમદાવાદની BRTS અને AMTS જેવી શહેરની જાહેર પરિવહન સેવાઓનું ઇલેક્ટ્રીફિકેશન કરવામાં આવશે.

વર્ષ 2021માં જાહેર થયેલી પ્રથમ EV પોલિસી બાદ હવે રાજ્ય સરકાર વધુ વ્યાપક અને અસરકારક નવી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી લાવવા જઈ રહી છે. અગાઉ પૂરતાં ચાર્જિંગ સ્ટેશનોના અભાવે ઇલેક્ટ્રિક વાહનોને ધાર્યા મુજબ પ્રતિસાદ મળ્યો ન હતો, પરંતુ હવે નવી નીતિમાં ચાર્જિંગ સ્ટેશનોના નેટવર્કને રાજ્યભરમાં, ખાસ કરીને નાના નગરો અને હાઇવે પર મજબૂત કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવશે. વડાપ્રધાનના પેટ્રોલ-ડીઝલ પરની નિર્ભરતા ઘટાડવાના આહવાનને પગલે સરકારી વાહનોને પણ ઇલેક્ટ્રિકમાં રૂપાંતરિત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

સરકાર દ્વારા ચાર્જિંગ સ્ટેશન સ્થાપવા ઇચ્છતા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરવા માટે નાણાકીય સબસિડી, જમીનની ફાળવણીમાં પ્રાધાન્ય અને ભાડાના ખર્ચમાં છૂટછાટ જેવા આકર્ષક લાભો આપવામાં આવશે.

ઓટોમોબાઇલ ક્ષેત્રે અગ્રેસર રહેલા ગુજરાતમાં સાણંદ અને મંડલ-બેચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયન હવે ઇલેક્ટ્રિક વાહનો, બેટરી અને સ્પેરપાર્ટ્સ ઉત્પાદન માટેના મુખ્ય કેન્દ્રો તરીકે ઉભરી રહ્યા છે, જે રાજ્યને ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનનું નંબર-1 હબ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

You may also like

રાજકોટની સુપ્રસિદ્ધ ‘બાલાજી થાળ’માંથી 150 કિલો અખાદ્ય સામગ્રીનો નાશ

રાજકોટની સુપ્રસિદ્ધ ‘બાલાજી થાળ’માંથી 150 કિલો અખાદ્ય સામગ્રીનો નાશ

ટેલિગ્રામના માધ્યમથી સાયબર ગઠિયાઓનો આતંક, રાજકોટમાં બેંક એકાઉન્ટ ભાડે આપીને રૂ. 53 લાખની છેતરપિંડી

ટેલિગ્રામના માધ્યમથી સાયબર ગઠિયાઓનો આતંક, રાજકોટમાં બેંક એકાઉન્ટ ભાડે આપીને રૂ. 53 લાખની છેતરપિંડી

રાજ્યમાં તલાટીઓ લડાયક મૂડમાં: મહેસૂલી કામગીરી ઠપ્પ કરવાની ચીમકી