અમદાવાદ એરપોર્ટ પર યાત્રીઓને હેરાન કરવા બદલ કસ્ટમના 2 સુપ્રિટેન્ડેન્ટ સહિત 4 અધિકારીઓ સસ્પેન્ડ

અમદાવાદ એરપોર્ટ પર યાત્રીઓને હેરાન કરવા બદલ કસ્ટમના 2 સુપ્રિટેન્ડેન્ટ સહિત 4 અધિકારીઓ સસ્પેન્ડ

અમદાવાદ,

વિભાગીય તપાસના અંતે કસૂરવાર અધિકારીઓ સામે તંત્ર દ્વારા લેવાયા કડક પગલાં

સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મુસાફરો સાથે અયોગ્ય વર્તન અને હેરાનગતિનો ગંભીર મામલો સામે આવતા કસ્ટમ્સ વિભાગે લાલ આંખ કરી છે. એરપોર્ટ પર ફરજ બજાવતા કસ્ટમ્સના બે સુપ્રિટેન્ડેન્ટ અને બે ઇન્સ્પેક્ટર મળીને કુલ ચાર જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ કાર્યવાહીથી એરપોર્ટ પર ફરજ બજાવતા ભ્રષ્ટ અને બેજવાબદાર અધિકારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના આ અધિકારીઓ દ્વારા વિદેશથી આવતા મુસાફરોને અકારણ હેરાન કરવામાં આવતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આ ઉપરાંત, નિયમો મુજબ ચેકિંગ દરમિયાન ફરજિયાતપણે બોડી વોર્ન કેમેરા પહેરવાના હોવા છતાં, આ અધિકારીઓએ કેમેરા પહેર્યા ન હોવાનું પણ તપાસમાં સાબિત થયું હતું.

મુસાફરો દ્વારા કરવામાં આવેલી સત્તાવાર અને લેખિત ફરિયાદોને આધારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમગ્ર મામલે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં મુસાફરને હેરાન કરવાના આક્ષેપો સાચા સાબિત થતાં અને વહીવટી ફરજમાં ગંભીર બેદરકારી સામે આવતા, કસ્ટમ્સ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કડક પગલાં લેવામાં આવ્યા છે.

આ કાર્યવાહીના ભાગરૂપે બે સુપ્રિટેન્ડેન્ટ અને બે ઇન્સ્પેક્ટરને તત્કાલ અસરથી સસ્પેન્ડ કરીને વિભાગીય તપાસ વધુ તીવ્ર બનાવવામાં આવી છે. કસ્ટમ્સ વિભાગના આ સપાટો બોલાવતા એરપોર્ટના અન્ય કર્મચારીઓમાં પણ કડક સંદેશો વહી ગયો છે કે મુસાફરોની સુરક્ષા અને સન્માન સાથે ચેડાં કરનારને બક્ષવામાં આવશે નહીં.

You may also like

ગુજરાત સરકારે એક વર્ષમાં પેટ્રોલ ડીઝલથી રૂ. 21,992 કરોડની કમાણી કરી

ગુજરાત સરકારે એક વર્ષમાં પેટ્રોલ ડીઝલથી રૂ. 21,992 કરોડની કમાણી કરી

દિલ્હી-યૂપી સહિત દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનનું એલર્ટ

દિલ્હી-યૂપી સહિત દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનનું એલર્ટ

માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્વપ્નોના લાભ લેતા જૈન ભાવિકો

માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્વપ્નોના લાભ લેતા જૈન ભાવિકો

સોમવારથી મંગલમૂર્તિના જાજરમાન મહાઉત્સવનો મંગલ પ્રારંભ

સોમવારથી મંગલમૂર્તિના જાજરમાન મહાઉત્સવનો મંગલ પ્રારંભ