રાજકોટ મનપાની આંગણવાડીઓમાં માત્ર ૩ માસમાં ૭૮૪ અતિ કુપોષિત બાળકો મળી આવ્યા Oct 22, 2026 રાજકોટ,૮૪ દિવ્યાંગ બાળકો સહિત ૧૦,૩૦૬ મધ્યમ કુપોષિત બાળકો નોંધાતા ચિંતા વધીરાજકોટ મનપાની આંગણવાડીઓમાં તાજેતરમાં હાથ કરવામાં આવેલા સર્વે અને તપાસ દરમિયાન માત્ર ત્રણ જ મહિનાના ટૂંકા સમયગાળામાં મોટી સંખ્યામાં કુપોષિત બાળકો મળી આવ્યા છે.રાજકોટ શહેરની કુલ ૩૬૪ આંગણવાડીઓમાં કરવામાં આવેલા આરોગ્ય લક્ષી સર્વેમાં કુલ ૭૮૪ બાળકો અત્યંત ગંભીર કુપોષિત શ્રેણીમાં આવતા હોવાનું માલૂમ પડ્યું છે, જેમાં ચોંકાવનારી વાત એ છે કે આ ગંભીર બાળકોમાં ૮૪ જેટલા બાળકો દિવ્યાંગ પણ સામેલ છે. આ ઉપરાંત, ૧૦,૩૦૬ બાળકો મધ્યમ કુપોષિત હોવાનું પણ બહાર આવ્યું છે. શહેરી વિસ્તારમાં નાના બાળકોમાં કુપોષણનું આ પ્રમાણ વધતું અટકાવવા માટે હવે મનપા દ્વારા પૌષ્ટિક આહાર વિતરણ અને વિશેષ તબીબી દેખરેખ જેવી યોજનાઓ વધુ સઘન બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. Previous Post Next Post