દ્વારકામાં આકાર લેશે વર્લ્ડક્લાસ શ્રી કૃષ્ણ મ્યુઝિયમ

દ્વારકામાં આકાર લેશે વર્લ્ડક્લાસ શ્રી કૃષ્ણ મ્યુઝિયમ

દ્વારકા,

₹૯૨.૭૦ કરોડના ખર્ચે અદ્યતન ૩ડી ટેક્નોલોજીથી જીવંત થશે ભગવાન શ્રીકૃષ્ણની દિવ્ય લીલાઓ

રાજ્ય સરકાર દ્વારા દેવભૂમિ દ્વારકા ખાતે કુલ ₹૯૨.૭૦ કરોડના જંગી ખર્ચે એક ભવ્ય અને વિશ્વસ્તરીય 'શ્રી કૃષ્ણ મ્યુઝિયમ' (સંગ્રહાલય)નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પ દ્વારકાધીશ મંદિરથી અંદાજે ૧.૬ કિલોમીટરના અંતરે વિકસાવવામાં આવી રહ્યો છે. 

આ મ્યુઝિયમનું સૌથી મોટું આકર્ષણ તેમાં બનનારી કુલ નવ થીમેટિક ગેલેરીઓ હશે, જેમાં બાળલીલાઓથી લઈને મથુરા ગમન, કંસવધ, સુવર્ણનગરી દ્વારકાની સ્થાપના અને મહાભારતમાં શ્રીકૃષ્ણની નિર્ણાયક ભૂમિકા જેવા તમામ પ્રસંગોને મૂર્તિઓ, ચિત્રો અને હસ્તકલા દ્વારા પ્રદર્શિત કરાશે. 

૩ડી પ્રોજેક્શન મેપિંગ, ઇમર્સિવ ઓડિયો-વિઝ્યુઅલ પ્રસ્તુતિઓ, ઇન્ટરએક્ટિવ ડિજિટલ ડિસ્પ્લે અને મોશન સેન્સર જેવી અત્યાધુનિક ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત, મુલાકાતીઓ માટે કમળ તળાવ, એમ્ફિથિયેટર, કાફે અને ડિજિટલ કિઓસ્ક જેવી સુવિધાઓ પણ ઊભી કરાશે.

You may also like

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!