રાજકોટથી દરરોજ દોડતી ૮૦ મેલ, એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેન

રાજકોટથી દરરોજ દોડતી ૮૦ મેલ, એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેન

રાજકોટ,

દેશના ૭૧% વિસ્તારો અને ૨૦ રાજ્યો સાથે રાજકોટનું સીધું નેટવર્ક

ભારતીય રેલવેના પશ્ચિમ રેલવે ડિવિઝન હેઠળ આવતા રાજકોટ રેલવે સ્ટેશનથી હાલમાં દૈનિક અને સાપ્તાહિક ધોરણે કુલ ૮૦થી વધુ મેલ, એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનોની અવરજવર થઈ રહી છે. જેના કારણે રાજકોટના નાગરિકો, વેપારીઓ અને પ્રવાસીઓને દેશના ૨૦ જેટલાં વિવિધ રાજ્યોમાં પ્રવાસ કરવા માટે સીધી ડાયરેક્ટ ટ્રેન સુવિધા ઉપલબ્ધ બની છે.

આ સીધા રેલ કનેક્શનને પરિણામે દેશના આશરે ૭૧ ટકા રાજ્યો અને મુખ્ય શહેરો રાજકોટ સાથે સીધી ટ્રેન સેવા દ્વારા જોડાઈ ગયા છે. રાજકોટથી ઉત્તર ભારતમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, દક્ષિણ ભારતમાં તમિલનાડુ, કર્ણાટક, તેલંગાણા, તેમજ પશ્ચિમ અને પૂર્વ ભારતના મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઓડિશા જેવાં રાજ્યો તરફ જતી ટ્રેનો નિયમિતપણે ઉપડે છે. રાજકોટ ડિવિઝન દ્વારા આવનારા સમયમાં વધુ નવી ટ્રેનો શરૂ કરવા અને મુસાફરોની સુવિધા વધારવા માટેનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે.

You may also like

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!