નાયરા બાદ Jio-bpના પેટ્રોલમાં ₹૫ અને ડીઝલમાં ₹૩ નો ભાવવધારો ઝીંકાયો

નાયરા બાદ Jio-bpના પેટ્રોલમાં ₹૫ અને ડીઝલમાં ₹૩ નો ભાવવધારો ઝીંકાયો

નવી દિલ્હી,

પશ્ચિમ એશિયામાં તણાવ અને ક્રૂડના વધતા ભાવને પગલે નિર્ણય

અગ્રણી ખાનગી ઓઇલ કંપની નાયરા એનર્જી બાદ હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સમર્થિત 'Jio-bp' દ્વારા પણ સમગ્ર દેશમાં ઇંધણના ભાવમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. કંપનીએ પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટર ₹૫ અને ડીઝલની કિંમતમાં પ્રતિ લિટર ₹૩ નો વધારો ઝીંક્યો છે, જે નવા દરો રવિવારથી જ અમલમાં આવી ગયા છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભૂરાજકીય તણાવ અને હોર્મૂઝની ખાડી જેવા મહત્વના માર્ગો પરથી ઓઇલ સપ્લાય ખોરવાવાની આશંકાને કારણે કાચા તેલના ભાવમાં ભારે ઉછાળો નોંધાયો છે. વૈશ્વિક માર્કેટિંગ માર્જિન પર દબાણ વધતાં ખાનગી કંપનીઓએ આ વધારાનો બોજ ગ્રાહકો પર ટ્રાન્સફર કર્યો છે. આ નિર્ણયથી ગુજરાત સહિત હરિયાણા, પંજાબ અને રાજસ્થાન જેવા વિવિધ રાજ્યોમાં Jio-bp ના પંપ પરથી ઇંધણ ખરીદતા ગ્રાહકોનું બજેટ ખોરવાયું છે.

બીજી તરફ, ઈન્ડિયન ઓઈલ (IOCL), ભારત પેટ્રોલિયમ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) જેવી સરકારી ઓઈલ કંપનીઓએ હાલ પુરતા ભાવ સ્થિર રાખ્યા છે, જેથી સરકારી પંપ પર ગ્રાહકોને રાહત મળી રહી છે.

You may also like

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!