હોરમુઝની સુરક્ષા માટે અમેરિકાએ અન્ય દેશો પાસે ખર્ચ માંગ્યો Sep 15, 2026 નવી દિલ્હી,મોંઘવારી અને તેલની કિંમતો માટે બાઈડેન જવાબદાર: ડોનાલ્ડ ટ્રમ્પનવી દિલ્હીમાં યોજાયેલા બ્રિક્સ શિખર સંમેલન બાદ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને લઈને આક્રમક તેવર બતાવ્યા છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર દાવો કર્યો છે કે ઈરાન અમેરિકા સાથે વહેલી તકે સમજૂતી કરવા માટે બેતાબ છે, પરંતુ હવે તે નક્કી કરશે કે અમેરિકા આ વાતચીતમાં સામેલ થશે કે નહીં. ટ્રમ્પે જણાવ્યું કે તેમનું પ્રશાસન આ વિચાર માટે ખુલ્લું છે અને આ મામલે યોગ્ય નિર્ણય લેવામાં આવશે.અમેરિકી રાષ્ટ્રપ્રમુખે દેશમાં વધી રહેલી કિંમતો માટે પૂર્વ રાષ્ટ્રપ્રમુખ જો બાઈડેન અને તેમના પ્રશાસનને સીધા જવાબદાર ગણાવ્યા છે. તેમણે દાવો કર્યો કે બાઈડેનના કાર્યકાળમાં ક્રૂડની કિંમતો વર્તમાન સમય કરતા ઘણી વધારે હતી. ટ્રમ્પે કહ્યું કે ઈરાન સાથેનો સૈન્ય સંઘર્ષ પૂરો થતાની સાથે જ ક્રૂડની કિંમતો પથ્થરની જેમ ઝડપથી નીચે ગગડી જશે અને આ સંઘર્ષ વધુ લાંબો નહીં ચાલે.અમેરિકી રાષ્ટ્રપ્રમુખે હોરમુઝની ખાડીની સુરક્ષાને લઈને પણ મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આ મહત્ત્વપૂર્ણ તેલ માર્ગની સુરક્ષાથી ફાયદો ઉઠાવતા દુનિયાના અન્ય દેશોએ અમેરિકાને સુરક્ષા ખર્ચ માટે ચૂકવણી કરવી જોઈએ. ટ્રમ્પે આરોપ લગાવ્યો કે ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષ દરમિયાન અન્ય દેશોએ અમેરિકાને કોઈ મદદ કરી નથી, તેમ છતાં આ દરિયાઈ માર્ગથી તેલનો પ્રવાહ સતત ચાલુ રહ્યો છે.ટ્રમ્પના આ નિવેદનો એવા સમયે આવ્યા છે જ્યારે ઈરાન સાથેના સૈન્ય તણાવ વચ્ચે હોરમુઝની ખાડીથી ક્રૂડનું પરિવહન અને તેની સુરક્ષા વૈશ્વિક સ્તરે ચિંતાનો મોટો વિષય બની રહી છે. સંઘર્ષનો અંત આવ્યા બાદ અમેરિકા આ સુરક્ષા વ્યવસ્થા માટે અન્ય દેશો પાસેથી નાણાકીય સહયોગની અપેક્ષા રાખે છે, જેનાથી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે. Previous Post Next Post