મધ્યપ્રદેશના કાન્હા ટાઇગર રિઝર્વમાં જીવલેણ સીડીવી વાયરસથી અનેક વાઘનાં મોત Nov 03, 2026 ભોપાલ,2,700 રખડતા શ્વાનને અપાઈ વેક્સિન હાઈકોર્ટ દ્વારા સરકાર પાસે રિપોર્ટ મંગાવાયોમધ્યપ્રદેશના પ્રસિદ્ધ કાન્હા ટાઇગર રિઝર્વમાં ખતરનાક અને ચેપી એવા કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસના સંક્રમણને કારણે વાઘોના મૃત્યુ થવાની ગંભીર ઘટનાઓ સામે આવી છે. આ ગંભીર મામલાની નોંધ લઈને મધ્યપ્રદેશ હાઈકોર્ટ દ્વારા પણ કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે જવાબ તલબ કરવામાં આવ્યો છે.ચાલુ વર્ષે એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન કાન્હા ટાઇગર રિઝર્વમાં કુલ 11 વાઘનાં મોત થયાં છે, જેમાંથી સરકારી રેકોર્ડ મુજબ 8 વાઘનાં મોતનું મુખ્ય કારણ CDV વાયરસ હોવાનું ખુલ્યું છે. આ વાયરસ મુખ્યત્વે આસપાસના વિસ્તારમાં ફરતા રખડતા શ્વાનો દ્વારા જંગલી પ્રાણીઓમાં ફેલાતો હોય છે. વાઘોના સંરક્ષણને ધ્યાનમાં રાખીને ટાઇગર રિઝર્વની આસપાસના વિસ્તારોમાં રહેતા આશરે 2,700 જેટલા રખડતા શ્વાનોને કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ વિરોધી વેક્સિન અને બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યા છે. હાઈકોર્ટ દ્વારા આ મામલે આગામી સુનાવણી 16 નવેમ્બરે હાથ ધરવામાં આવશે. Previous Post Next Post