રાજસ્થાનથી દારૂ લાવ્યા હોવાની ડેકોરાના MD ચિરાગ પટેલની કબૂલાત, હોટેલ માલિકની પૂછપરછ થશે

રાજસ્થાનથી દારૂ લાવ્યા હોવાની ડેકોરાના MD ચિરાગ પટેલની કબૂલાત, હોટેલ માલિકની પૂછપરછ થશે

રાજકોટ,

વિવાદ બાદ PI મેઘાણી પાસેથી તપાસ આંચકી માલવિયાનગર પોલીસને સોંપાઈ

રાજકોટની હોટેલ સરાઝામાં યોજાયેલી હાઈપ્રોફાઈલ દારૂની રેવ પાર્ટી મામલે પોલીસ તપાસ દરમિયાન સમગ્ર મહેફિલના મુખ્ય આયોજક અને ડેકોરા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર ચિરાગ પટેલે પોતે રાજસ્થાનથી દારૂની 9 બોટલો લાવ્યા હોવાની કબૂલાત કરી છે, જ્યારે તેનો પિતરાઈ ભાઈ ગૌરવ પટેલ 2 બોટલ લાવ્યો હતો.

તપાસમાં ધારાસભ્યના ભાઈ મનીષ વલ્લભભાઈ પટેલ તથા આરસીસી બેંકના ડિરેક્ટર જેનીલ નરેન્દ્રભાઈ નથવાણી સહિતના હાઈપ્રોફાઈલ લોકો ઝડપાયા છે. મામલામાં હોટેલ સરાઝાના માલિક કૌશલ અનડકટની પણ પૂછપરછ હાથ ધરવામાં આવશે. બીજી તરફ, દરોડા વખતે મીડિયા કેમેરામેનનો કોલર પકડવાના વિવાદમાં તાલુકા મહિલા PI મેઘાણી પાસેથી તપાસ ઝૂંટવીને DCP રાકેશ દેસાઈ દ્વારા આ કેસની આગળની તપાસ માલવિયાનગર પોલીસ મથકના PI કૈલાને સોંપવામાં આવી છે. પોલીસે હવે FSL ની મદદથી હોટેલના DVR અને CCTV ફૂટેજ મેળવીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

You may also like

નેપાળમાં માઉન્ટ એવરેસ્ટ નજીક લેન્ડિંગ વખતે બે હેલિકોપ્ટર અથડાયા, એક ભારતીયનું મોત

નેપાળમાં માઉન્ટ એવરેસ્ટ નજીક લેન્ડિંગ વખતે બે હેલિકોપ્ટર અથડાયા, એક ભારતીયનું મોત

રાજસ્થાનથી દારૂ લાવ્યા હોવાની ડેકોરાના MD ચિરાગ પટેલની કબૂલાત, હોટેલ માલિકની પૂછપરછ થશે

રાજસ્થાનથી દારૂ લાવ્યા હોવાની ડેકોરાના MD ચિરાગ પટેલની કબૂલાત, હોટેલ માલિકની પૂછપરછ થશે

મધ્યપ્રદેશના કાન્હા ટાઇગર રિઝર્વમાં જીવલેણ સીડીવી વાયરસથી અનેક વાઘનાં મોત

મધ્યપ્રદેશના કાન્હા ટાઇગર રિઝર્વમાં જીવલેણ સીડીવી વાયરસથી અનેક વાઘનાં મોત

ગુજરાતનું GST કલેક્શન 16% સાથે દેશમાં સૌથી વધુ: ઓક્ટોબરમાં 13,516 કરોડથી વધુની આવક

ગુજરાતનું GST કલેક્શન 16% સાથે દેશમાં સૌથી વધુ: ઓક્ટોબરમાં 13,516 કરોડથી વધુની આવક