ગુજરાતનું GST કલેક્શન 16% સાથે દેશમાં સૌથી વધુ: ઓક્ટોબરમાં 13,516 કરોડથી વધુની આવક

ગુજરાતનું GST કલેક્શન 16% સાથે દેશમાં સૌથી વધુ: ઓક્ટોબરમાં 13,516 કરોડથી વધુની આવક

ગાંધીનગર,

પ્રથમ સાત માસમાં 28%ના તોતિંગ ગ્રોથ સાથે કર સંગ્રહ ₹58,248 કરોડે પહોંચ્યો

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ સાત મહિનામાં (એપ્રિલથી ઓક્ટોબર) ગુજરાત સરકારની જીએસટી આવકમાં 28 ટકાનો તોતિંગ ગ્રોથ નોંધાયો છે, જે સમગ્ર દેશની 13 ટકાની રાષ્ટ્રીય સરેરાશ કરતાં બમણાથી પણ વધુ છે. ખાસ કરીને ઓક્ટોબર મહિનામાં તહેવારો નિમિત્તે થયેલી ભારે ખરીદી અને કર પ્રણાલીની પારદર્શિતાના કારણે રાજ્યનું કુલ કર કલેક્શન 16 ટકાથી વધુના વધારા સાથે ₹13,516 કરોડની ઉચ્ચ સપાટીએ પહોંચ્યું છે.

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ સાત મહિનામાં ગુજરાતને જીએસટી પેટે કુલ ₹58,248 કરોડની આવક પ્રાપ્ત થઈ છે. ઓક્ટોબર મહિનામાં માત્ર જીએસટી પેટે જ ₹8,791 કરોડ મળ્યા છે, જે ગત વર્ષના ઓક્ટોબરના ₹7,127 કરોડ કરતાં ₹1,664 કરોડ (18%) વધુ છે. આ ઉપરાંત, ઓક્ટોબરમાં વેટ પેટે ₹3,153 કરોડ, વીજશુલ્ક પેટે ₹1,053 કરોડ અને વ્યવસાય વેરાના ₹22 કરોડ મળીને કુલ કર આવક ₹12,619 કરોડથી વધીને નોંધપાત્ર સ્તરે પહોંચી છે. ગુજરાતનો જીએસટી ગ્રોથ સમગ્ર દેશમાં મોખરે રહ્યો છે.

You may also like

રાજસ્થાનથી દારૂ લાવ્યા હોવાની ડેકોરાના MD ચિરાગ પટેલની કબૂલાત, હોટેલ માલિકની પૂછપરછ થશે

રાજસ્થાનથી દારૂ લાવ્યા હોવાની ડેકોરાના MD ચિરાગ પટેલની કબૂલાત, હોટેલ માલિકની પૂછપરછ થશે

મધ્યપ્રદેશના કાન્હા ટાઇગર રિઝર્વમાં જીવલેણ સીડીવી વાયરસથી અનેક વાઘનાં મોત

મધ્યપ્રદેશના કાન્હા ટાઇગર રિઝર્વમાં જીવલેણ સીડીવી વાયરસથી અનેક વાઘનાં મોત

ગુજરાતનું GST કલેક્શન 16% સાથે દેશમાં સૌથી વધુ: ઓક્ટોબરમાં 13,516 કરોડથી વધુની આવક

ગુજરાતનું GST કલેક્શન 16% સાથે દેશમાં સૌથી વધુ: ઓક્ટોબરમાં 13,516 કરોડથી વધુની આવક

ભાણવડના પાછતર ગામે વાડીના ધોરીયાનું પાણી પીતાં યુવકનું કરુણ મોત

ભાણવડના પાછતર ગામે વાડીના ધોરીયાનું પાણી પીતાં યુવકનું કરુણ મોત