મોંઘવારીના વધતા પ્રભાવ વચ્ચે ‘ફ્રેન્ડફ્લેશન’થી શહેરી યુવાનોની મિત્રતા કેમ બની રહી ખર્ચાળ Feb 21, 2026 શહેરી ભારતમાં વધતી મોંઘવારી હવે માત્ર ઘરખર્ચ, ભાડા કે EMI સુધી મર્યાદિત નથી રહી. તેની અસર હવે લોકોના સામાજિક જીવન પર પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. યુવાનોમાં ખાસ કરીને એક નવી પરિસ્થિતિ ઊભી થઈ છે જેને નિષ્ણાતો ‘ફ્રેન્ડફ્લેશન’ નામ આપે છે. એટલે કે મોંઘવારીના કારણે મિત્રતા જાળવવી મોંઘી બની જવી. Friend અને Inflation શબ્દોના સંયોજનથી બનેલો આ શબ્દ આજે મહાનગરોમાં વસતા હજારો યુવાનોની હકીકત વર્ણવે છે. શું છે ‘ફ્રેન્ડફ્લેશન’?ઘરનું ભાડું, ટ્રાન્સપોર્ટ, ખોરાક, હેલ્થ ઇન્શ્યોરન્સ, EMI અને અન્ય જરૂરી ખર્ચ વધતાં બચત કરવી મુશ્કેલ બની છે. આવા સમયમાં લોકો સૌથી પહેલા જે ખર્ચ પર કાપ મૂકે છે તે છે સામાજિક ખર્ચ—મિત્રો સાથે પાર્ટી, કેફે મુલાકાત, વીકએન્ડ આઉટિંગ અથવા પ્રવાસ. આ ફરજિયાત ખર્ચ ન હોવાથી યુવાનો તેને ટાળવા લાગે છે. પરિણામે મિત્રતા ધીમે ધીમે દૂર થવા લાગે છે. આ જ પરિસ્થિતિને ‘ફ્રેન્ડફ્લેશન’ કહેવામાં આવે છે. શહેરી જીવનમાં મોંઘી બની મિત્રતામુંબઈ, બેંગલુરુ, દિલ્હી અને ગુરુગ્રામ જેવા શહેરોમાં એક સામાન્ય વીકએન્ડ આઉટિંગનો ખર્ચ પ્રતિ વ્યક્તિ 1,000 થી 4,000 રૂપિયા સુધી પહોંચી શકે છે. તેમાં ખાણીપીણી, ટ્રાન્સપોર્ટ અને ક્યારેક ક્લબ કે ઇવેન્ટનો ખર્ચ સામેલ હોય છે. ઓફિસના સહકર્મીઓ સાથે બ્રંચ અથવા કેફે મુલાકાત વધુ ખર્ચાળ બની શકે છે, કારણ કે ત્યાં સામાજિક પ્રતિષ્ઠા જાળવવાનું દબાણ પણ હોય છે. સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગ બાર, રેસ્ટોરન્ટ અને હોલીડે ડેસ્ટિનેશન જોઈને યુવાનોમાં ‘ફિયર ઓફ મિસિંગ આઉટ’ વધે છે, જે તેમને ન પરવડે એવા ખર્ચ તરફ દોરી શકે છે. પ્રવાસ સંસ્કૃતિ અને નાણાકીય દબાણGen Z અને Millennialsમાં ગ્રૂપ ટ્રાવેલનો ટ્રેન્ડ વધ્યો છે. પરંતુ ફ્લાઇટ, મોંઘી હોટલ અને રેસ્ટોરન્ટના ખર્ચ દરેક માટે સહન કરવો સરળ નથી. ઘણા યુવાનો માત્ર આર્થિક કારણોસર મિત્રોના પ્રવાસ કાર્યક્રમોમાંથી દૂર રહે છે. શરૂઆતમાં ‘એક-બે વાર ન જઈએ તો ચાલે’ એવી વિચારધારા હોય છે, પરંતુ વારંવાર આમ થતા સંબંધોમાં અંતર આવી જાય છે. વૈશ્વિક સર્વેક્ષણો શું કહે છે?વિદેશી અભ્યાસો પણ આ ટ્રેન્ડને સમર્થન આપે છે. અમેરિકામાં આશરે 37 ટકા લોકો માને છે કે વધતા ખર્ચને કારણે તેઓ મિત્રવર્તુળોથી દૂર થયા છે. યુકેમાં Millennials અને Gen Zમાં નોંધપાત્ર પ્રમાણએ સ્વીકાર્યું છે કે નાણાકીય મર્યાદાઓ તેમની સામાજિક પ્રવૃત્તિઓને અસર કરે છે. આ સ્થિતિ માત્ર પશ્ચિમ દેશોમાં નહીં, પરંતુ ભારતીય મહાનગરોમાં પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. એકલતા: વધતી વૈશ્વિક ચિંતાવિશ્વ આરોગ્ય સંસ્થા World Health Organization (WHO)ના આંકડા મુજબ 2014 થી 2023 દરમિયાન વિશ્વમાં દર છમાંથી એક વ્યક્તિએ એકલતા અનુભવેલી છે. એકલતા અને સામાજિક અલગાવના કારણે દર વર્ષે લાખો લોકો સમય પહેલાં મૃત્યુ પામે છે. ખાસ કરીને 13 થી 29 વર્ષની વયના યુવાનો સૌથી વધુ પ્રભાવિત થાય છે. નાણાકીય મર્યાદાઓને કારણે મિત્રોથી દૂર થવું, એકલતાને વધુ ઘેરું બનાવે છે. ભાવનાત્મક અસરમિત્રો સાથે ઓછું મળતા યુવાનોમાં હીનભાવના, હતાશા અને આત્મવિશ્વાસમાં ઘટાડો જોવા મળે છે. કેટલાક યુવાનો પોતાનું આર્થિક સંકોચ છુપાવવા માટે બહાના બનાવે છે અથવા જૂઠું બોલે છે. ખાસ કરીને જે લોકો પરિવારથી દૂર મહાનગરોમાં રહે છે, તેમના માટે મિત્રમંડળ જ મુખ્ય સપોર્ટ સિસ્ટમ હોય છે. નાણાકીય કારણોસર આ સંબંધોમાં અંતર આવવું માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરી શકે છે. કેવી રીતે બચાવી શકાય મિત્રતા?મોંઘી પાર્ટીની બદલે ઘરે ગેટ-ટુગેધર ગોઠવો.મફત અથવા ઓછી કિંમતની પ્રવૃત્તિઓ પસંદ કરો—જેમ કે પાર્કમાં મુલાકાત, સાઇકલિંગ અથવા વોક.મિત્રોને ખુલ્લેઆમ તમારું બજેટ જણાવો, જેથી યોજના તે મુજબ બને.પ્રવાસ વખતે સસ્તા વિકલ્પો પસંદ કરો અને સહિયારું ખર્ચ વહેંચો.દારૂ-સિગરેટ જેવી આદતો છોડીને વ્યક્તિગત ખર્ચ ઘટાડો. મિત્રતામાં પારદર્શિતા જરૂરીફ્રેન્ડફ્લેશનનો સૌથી મોટો ઉપાય છે સંવાદ. મિત્રો વચ્ચે પ્રામાણિકતા અને સમજદારી હોય તો નાણાકીય પરિસ્થિતિ મિત્રતાને તોડી શકતી નથી. વધુ કમાતા મિત્રો પણ ઓછી આવક ધરાવતા મિત્રોની પરિસ્થિતિ સમજે તે જરૂરી છે. મિત્રતા ખર્ચથી નહીં, પરંતુ જોડાણથી ટકતી હોય છે.આજના મોંઘવારીના યુગમાં ‘ફ્રેન્ડફ્લેશન’ એક વાસ્તવિકતા બની રહી છે. પરંતુ સંવાદ, સમજ અને સંતુલિત જીવનશૈલી દ્વારા મિત્રતા અને માનસિક સ્વાસ્થ્ય બંનેને સુરક્ષિત રાખી શકાય છે. Previous Post Next Post