રેલવે પ્લેટફોર્મના  કાઉન્ટર ટિકિટ પર પણ મળશે ₹10 લાખનું વીમા કવચ

રેલવે પ્લેટફોર્મના કાઉન્ટર ટિકિટ પર પણ મળશે ₹10 લાખનું વીમા કવચ

નવી દિલ્હી,

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કાલથી માત્ર ૪૫ પૈસામાં ઉપલબ્ધ થશે મુસાફરી વીમો

અત્યાર સુધી માત્ર IRCTC પોર્ટલ કે એપ દ્વારા ઓનલાઇન ટિકિટ બુક કરાવતા મુસાફરોને જ અકસ્માત સામે મુસાફરી વીમાનો લાભ મળતો હતો. પરંતુ 'યુનિયન ઓફ ઇન્ડિયા' સામેના 'રાધા યાદવ' કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશ બાદ, રેલવે બોર્ડે ઓનલાઇન અને ઓફલાઇન મુસાફરો વચ્ચેનો તફાવત દૂર કરવાનો નિર્ણય કર્યો છે.

આ નવી વ્યવસ્થા ૨૭ ઓક્ટોબર ૨૦૨૬થી સમગ્ર દેશમાં પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ કાઉન્ટરો પરથી કન્ફર્મ કે RAC ટિકિટ લેનારા મુસાફરો પણ ટિકિટ બુકિંગ સમયે માત્ર ૪૫ પૈસાનું પ્રીમિયમ ચૂકવીને રૂ. ૧૦ લાખ સુધીનું આર્થિક સુરક્ષા કવચ મેળવી શકશે. આ યોજના હેઠળ દુર્ઘટનામાં મુસાફરનું મૃત્યુ કે સંપૂર્ણ કાયમી અપંગતા થવા પર રૂ. ૧૦ લાખ, આંશિક દિવ્યાંગતા માટે રૂ. ૭.૫ લાખ, ગંભીર ઈજાગ્રસ્તો માટે હોસ્પિટલ ખર્ચ પેટે રૂ. ૨ લાખ સુધી તેમજ મૃતદેહ પહોંચાડવા માટે રૂ. ૧૦,૦૦૦ સુધીની સહાય વીમા પૉલિસીની શરતોને આધિન મળવાપાત્ર રહેશે.

You may also like

રેલવે પ્લેટફોર્મના  કાઉન્ટર ટિકિટ પર પણ મળશે ₹10 લાખનું વીમા કવચ

રેલવે પ્લેટફોર્મના કાઉન્ટર ટિકિટ પર પણ મળશે ₹10 લાખનું વીમા કવચ

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: ઈશાન કિશન ત્રીજી T20 મેચમાંથી પણ બહાર, બેકઅપ વિકેટકીપર તરીકે કુમાર કુશાગ્ર ટીમ સાથે રહેશે

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: ઈશાન કિશન ત્રીજી T20 મેચમાંથી પણ બહાર, બેકઅપ વિકેટકીપર તરીકે કુમાર કુશાગ્ર ટીમ સાથે રહેશે

જળસંકટ નિવારવા  દિલ્હીમાં ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓની મળશે મહત્ત્વની બેઠક

જળસંકટ નિવારવા દિલ્હીમાં ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓની મળશે મહત્ત્વની બેઠક

શિયાળા પહેલાં મુંબઈ-અમદાવાદમાં પ્રદૂષણે તોડ્યા તમામ  રેકોર્ડ

શિયાળા પહેલાં મુંબઈ-અમદાવાદમાં પ્રદૂષણે તોડ્યા તમામ રેકોર્ડ