શિયાળા પહેલાં મુંબઈ-અમદાવાદમાં પ્રદૂષણે તોડ્યા તમામ  રેકોર્ડ

શિયાળા પહેલાં મુંબઈ-અમદાવાદમાં પ્રદૂષણે તોડ્યા તમામ રેકોર્ડ

મુંબઈ,

મુંબઈનો એર ક્વોલિટી ઇન્ડેક્સ 322ને પાર, જ્યારે અમદાવાદમાં પણ હવાની ગુણવત્તા ચિંતાજનક સ્તરે

સામાન્ય રીતે પ્રદૂષણની બાબતમાં હંમેશા ચર્ચામાં રહેતી રાજધાની દિલ્હીની સરખામણીમાં આ વર્ષે ઑક્ટોબર મહિનામાં મુંબઈ અને અમદાવાદ જેવા મોટા શહેરોની હવા વધુ જોખમી સાબિત થઈ રહી છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના તાજેતરના ડેટા અનુસાર, માયાનગરી મુંબઈનો એર ક્વોલિટી ઇન્ડેક્સ ઉછળીને સીધો 322 પર પહોંચી ગયો છે, જે 'ખૂબ જ ખરાબ' શ્રેણીમાં આવે છે અને દિલ્હી કરતાં પણ ઘણો વધારે છે.

બીજી બાજુ અમદાવાદમાં પણ હવાની ગુણવત્તા કથળી રહી છે, જ્યાં AQI સ્તર 110થી 186 વચ્ચે નોંધાઈ રહ્યું છે. આ બંને મહાનગરોમાં વાહનોના ધુમાડા, સતત વધતું જતું બાંધકામ અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓને કારણે શ્વાસ લેવો મુશ્કેલ બન્યો છે. વધતા જતા પ્રદૂષણને નાથવા માટે મિનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક પગલાં રૂપે ૨૮ મુદ્દાની વિશેષ માર્ગદર્શિકા પણ જારી કરવામાં આવી છે.

You may also like

રેલવે પ્લેટફોર્મના  કાઉન્ટર ટિકિટ પર પણ મળશે ₹10 લાખનું વીમા કવચ

રેલવે પ્લેટફોર્મના કાઉન્ટર ટિકિટ પર પણ મળશે ₹10 લાખનું વીમા કવચ

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: ઈશાન કિશન ત્રીજી T20 મેચમાંથી પણ બહાર, બેકઅપ વિકેટકીપર તરીકે કુમાર કુશાગ્ર ટીમ સાથે રહેશે

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: ઈશાન કિશન ત્રીજી T20 મેચમાંથી પણ બહાર, બેકઅપ વિકેટકીપર તરીકે કુમાર કુશાગ્ર ટીમ સાથે રહેશે

જળસંકટ નિવારવા  દિલ્હીમાં ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓની મળશે મહત્ત્વની બેઠક

જળસંકટ નિવારવા દિલ્હીમાં ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓની મળશે મહત્ત્વની બેઠક

શિયાળા પહેલાં મુંબઈ-અમદાવાદમાં પ્રદૂષણે તોડ્યા તમામ  રેકોર્ડ

શિયાળા પહેલાં મુંબઈ-અમદાવાદમાં પ્રદૂષણે તોડ્યા તમામ રેકોર્ડ