રાજકોટ સિવિલમાં ટ્રોમા સેન્ટર અને વિવિધ વોર્ડ ખાતે એટેન્ડન્ટ્સ તૈનાત

રાજકોટ સિવિલમાં ટ્રોમા સેન્ટર અને વિવિધ વોર્ડ ખાતે એટેન્ડન્ટ્સ તૈનાત

રાજકોટ,

પત્નીએ સ્ટ્રેચર તાણતાં પ્રશાસન તાબડતોબ હરકતમાં આવ્યું

રાજકોટની સિવિલમાં સુવિધાઓ અને જરૂરી સ્ટાફના અભાવે ચાલતી ભારે બેદરકારી સામે આવતાં સમગ્ર વહીવટી આલમમાં દોડધામ મચી ગઈ હતી.
સિવિલ હોસ્પિટલમાં વોર્ડબોય કે એટેન્ડન્ટ જેવા જરૂરી સ્ટાફની ગેરહાજરીના કારણે એક લાચાર વૃધ્ધ પત્નીએ પોતાના બીમાર પતિને સમયસર સારવાર મળી રહે તે માટે હોસ્પિટલના પરિસરમાં જાતે જ સ્ટ્રેચર ખેંચીને વોર્ડ સુધી પહોંચાડવું પડ્યું હતું. આ શરમજનક અને હૃદયદ્રાવક દ્રશ્યોના અહેવાલ માધ્યમોમાં રજૂ થતાં હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા.

આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈને સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે હોસ્પિટલના મુખ્ય પ્રવેશદ્વાર, ટ્રોમા સેન્ટર તેમજ અલગ-અલગ વોર્ડ નજીક દર્દીઓ અને પરિજનોને ત્વરિત મદદ પૂરી પાડવા માટે વિશેષ એટેન્ડન્ટ્સ અને વોર્ડબોય તૈનાત કરી દેવાયા છે, જેથી ભવિષ્યમાં કોઈ પણ દર્દીના પરિવારજનને આ પ્રકારે વ્હીલચેર કે સ્ટ્રેચર ખેંચવાની નોબત ન આવે.

You may also like

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!