ફોર વ્હીલર ટેસ્ટમાં ૮૦% ઉમેદવારો નાપાસ થતાં ગુજરાતની ૩૮ RTOના AI ટ્રેક પર મૂકાશે પોલ Oct 22, 2026 અમદાવાદ,રિવર્સ પાર્કિંગ માટે માર્ગદર્શક પોલ મૂકાશેરાજ્યભરની તમામ ૩૮ આરટીઓ કચેરીઓ ખાતે કાર્યરત નવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર હવે રિવર્સ અને સમાંતર પાર્કિંગ સેક્શનમાં દ્રશ્યતા સુધારવા માટે ખાસ પોલ (થાંભલા) ઊભા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સરેરાશ ૮૦ ટકા જેટલા ફોર-વ્હીલર ડ્રાઇવિંગ ટેસ્ટ આપનારા ઉમેદવારો AI સિસ્ટમમાં રિવર્સ પાર્કિંગ અને વળાંક લેતી વખતે યોગ્ય અંદાજ ન મળવાના કારણે નાપાસ થઈ રહ્યા હતા. સેન્સર અને કેમેરા આધારિત સિસ્ટમમાં સહેજ પણ ભૂલ થતાં સ્કોર કપાઈ જતો હતો, જેના લીધે અરજદારોમાં ભારે અસંતોષ જોવા મળતો હતો.આ સમસ્યાના ઉકેલ રૂપે રાજ્ય સરકારે ટેસ્ટિંગ ટ્રેક પર ચોક્કસ અંતરે માર્ગદર્શક પોલ ઊભા કરવાનો કીમિયો અપનાવ્યો છે, જેથી વાહનચાલકો અરીસામાં જોઈને કારને યોગ્ય જગ્યાએ પાર્ક કરી શકે. વાહન વ્યવહાર વિભાગના આ નિર્ણયથી સમગ્ર રાજ્યમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપતા હજારો અરજદારોને મોટો લાભ થશે અને નાપાસ થવાના ઊંચા પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થશે. Previous Post Next Post