બોલિવૂડ કલાકારોને ધમકી આપનાર બેંગલુરુનો એન્જિનિયર ઝડપાયો Nov 05, 2026 મુંબઈ / બેંગલુરુ,લોરેન્સ બિશ્નોઈ ગેંગનું નામ વટાવી ખંડણી માંગનાર મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના સકંજામાંબોલિવૂડના અભિનેતાઓ આયુષ્માન ખુરાના અને તુષાર કપૂરને મારી નાખવાની ધમકી આપીને કરોડો રૂપિયાની ખંડણી માંગવાના પ્રકરણમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે બેંગલુરુમાંથી એક IT એન્જિનિયરની ધરપકડ કરી છે.પકડાયેલા આરોપીની ઓળખ વૈભવ મિશ્રા તરીકે થઈ છે, જે વ્યવસાયે IT એન્જિનિયર છે અને બેંગલુરુમાં રહીને નોકરી કરતો હતો. આરોપીએ બોલિવૂડ સ્ટાર્સને ઓડિયો મેસેજ મોકલીને ખંડણી માંગી હતી. તુષાર કપૂરને મોકલેલા મેસેજમાં મોકલનારે પોતાની ઓળખ 'હેરી બોક્સર' તરીકે આપીને 5 કરોડ રૂપિયાની ખંડણી માગી હતી, જ્યારે આયુષ્માન ખુરાનાને પણ આવી જ રીતે ગેંગના નામે કરોડો રૂપિયા માટે ધમકાવવામાં આવ્યા હતા. તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીને લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે કોઈ સીધો સંબંધ નથી. તેણે માત્ર ડર ફેલાવવા અને સરળતાથી પૈસા પડાવવા માટે ગેંગના નામનો દુરુપયોગ કર્યો હતો. Next Post