બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત ગીર નેચર સફારીમાં ભાણિયા સાથે બે નર અને એક માદા સિંહ જોયા, પ્રકૃતિ પર મંત્રમુગ્ધ

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત ગીર નેચર સફારીમાં ભાણિયા સાથે બે નર અને એક માદા સિંહ જોયા, પ્રકૃતિ પર મંત્રમુગ્ધ

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત એ ગીર નેચર સફારી પાર્કની મુલાકાતે રહી હતી. તેમની સાથે તેમની મોટી બહેનના દીકરા પૃથ્વી (ભાણિયા) પણ હતા. વહેલી સવારે 6:15 વાગ્યાની આસપાસ કંગના અને ભાણિયા ગીરની ખુલ્લી જિપ્સીમાં સફારી પર નીકળ્યા અને લગભગ બે કલાકનો રોમાંચક અનુભવ માણ્યો.

સફારી દરમિયાન તેઓએ બે નર સિંહ અને એક માદા સિંહને મુક્તપણે વિહરતા જોઈને ખૂબ આનંદ કર્યો. કંગનાએ ગુજરાતના આ કુદરતી સૌંદર્ય અને પ્રાણીઓની શક્તિની પ્રશંસા કરતા ઇન્સ્ટાગ્રામ પર પોતાના અનુભવની માહિતી શેર કરી અને ગુજરાતી ભોજનની મજા પણ માણી.

કંગનાએ ગીરના જંગલ, ખળખળ વહેતા ઝરણાં, રમણીય ડુંગરો અને પક્ષીઓના મધુર કલરવની પ્રશંસા કરી અને સ્થાનિક ઇકો સિસ્ટમ અને સંસ્કૃતિને ઊંડાણપૂર્વક સમજવાની વાત કહી. વન વિભાગના અધિકારીઓએ કંગનાને ગીરમાં પ્રવાસીઓના આગમનથી મળતા રોજગારીના લાભ વિશે પણ માહિતી આપી.

કંગના રનૌતનો અનુભવ ગીરના કુદરતી સૌંદર્ય, પ્રાણીમિત્રતા અને પર્યાવરણ પ્રત્યે મંત્રમુગ્ધ બનાવતો રહ્યો. ગીર નેચર સફારી પાર્કમાં દર વર્ષે ભારત અને વિદેશમાંથી લાખો પ્રવાસીઓ આવી પ્રકૃતિ અને એશિયાટિક સિંહોના દર્શન કરવા આવે છે.

You may also like

વેનેઝુએલામાં ભૂકંપથી ૨૩૫ના મોત, 39 હજાર લોકો ગુમ

વેનેઝુએલામાં ભૂકંપથી ૨૩૫ના મોત, 39 હજાર લોકો ગુમ

ચૈતર વસાવાને ધારાસભ્ય પદેથી હટાવવા વિધાનસભામાં કાયદાકીય પ્રક્રિયાનો ધમધમાટ

ચૈતર વસાવાને ધારાસભ્ય પદેથી હટાવવા વિધાનસભામાં કાયદાકીય પ્રક્રિયાનો ધમધમાટ

ડિજિટલ ફ્રોડનો ભોગ બનનાર ગ્રાહકોને RBI આપશે રૂ. 25,000 સુધીનું વળતર

ડિજિટલ ફ્રોડનો ભોગ બનનાર ગ્રાહકોને RBI આપશે રૂ. 25,000 સુધીનું વળતર

રાજકોટમાં ફૂડ વિભાગનો સપાટો: ૬૩૬ કિલો ગંધાતા પનીરનો નાશ, ત્રણ પેઢી સીલ

રાજકોટમાં ફૂડ વિભાગનો સપાટો: ૬૩૬ કિલો ગંધાતા પનીરનો નાશ, ત્રણ પેઢી સીલ