રોશની પર મોંઘવારીનું ગ્રહણ: ઇલેક્ટ્રિક લાઇટિંગમાં ૨૦%નો ભાવ વધારો Nov 04, 2026 રાજકોટ,રાજકોટના બજારોમાં ૮૦ ટકા વસ્તુઓ મેડ ઇન ચાઇનાદિવાળી પૂર્વે રાજકોટના બજારો સજાવટની વિવિધ સુંદર સામગ્રીઓથી ધમધમી રહ્યા છે. ઘરો અને રોશનીથી ઝગમગી ઉઠતા આંગણાઓની રોનક વધારવા માટે બજારમાં નવીનતમ LED લાઇટિંગ, તોરણ સિરીઝ અને મલ્ટી LED રોલની ધૂમ ખરીદી જોવા મળી રહી છે. જોકે, આ વર્ષે પણ સ્થાનિક બજારોમાં વેચાતી કુલ લાઇટિંગ અને સીરીઝ પ્રોડક્ટ્સમાંથી અંદાજે ૮૦ ટકાથી વધુ માલ ચાઇનીઝ હોવાનું સામે આવ્યું છે.પરિવહન ખર્ચ અને કાચા માલના ભાવમાં થયેલા વધારાને કારણે ચાલુ વર્ષે ઇલેક્ટ્રિક સજાવટી લાઇટિંગ અને સીરીઝના ભાવમાં ૨૦ ટકા જેટલો ભાવવધારો નોંધાયો છે. મોંઘવારી વચ્ચે પણ લોકો પોતાના ઘરને રોશનીથી શણગારવા માટે ઉત્સાહભેર ખરીદી કરી રહ્યા છે. રાજકોટના મુખ્ય ઇલેક્ટ્રિકલ માર્કેટ વિસ્તારોમાં તહેવારોના કારણે ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે. નવી ડિઝાઇનની એલઇડી રોશની અને વિવિધ પ્રકારની લાઇટિંગ સિરીઝની માંગમાં કોઈ ખાસ ઘટાડો જોવા મળ્યો નથી. Previous Post Next Post