રશિયા-યુક્રેન યુદ્ધમાં મિસાઈલ અને ડ્રોનમારામાં ૩૧ નાગરિકોના મોત Nov 04, 2026 નવી દિલ્હી,કીવ અને મોસ્કો વચ્ચે જારી સંઘર્ષમાં હોસ્પિટલો અને પાવર પ્લાન્ટ્સને બનાવવામાં આવ્યા નિશાનરશિયન સેના દ્વારા યુક્રેનના વિવિધ પ્રાંતોને લક્ષ્ય બનાવીને કરવામાં આવેલા બેફામ હુમલાઓમાં કુલ 31 લોકોનાં કરુણ મોત નીપજ્યાં છે, જ્યારે 100થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. રશિયાએ યુક્રેનના 9 જેટલા મહત્ત્વના પ્રાંતો પર આશરે 300 જેટલા ડ્રોન, 17 બેલિસ્ટિક મિસાઇલો અને 59 ક્રૂઝ મિસાઇલોનો આડેધડ વરસાદ વરસાવ્યો હતો. આ હુમલાઓમાં યુક્રેનના પાવર પ્લાન્ટ્સ, રહેણાંક વિસ્તારો, હોસ્પિટલો તેમજ શેલ્ટર હોમ અને રાહત કેમ્પોને ખાસ નિશાન બનાવવામાં આવ્યા હતા. કીવ અને આસપાસના વિસ્તારોમાં થયેલા બોમ્બમારાને કારણે વીજ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે.આ હુમલાઓની અસરમાં ઝેપોરિઝઝીયા પ્રાંતમાં એક શેલ્ટર હોમ ધરાશાયી થતાં મોટી સંખ્યામાં લોકો કાટમાળ નીચે દટાયા હતા. આ ઉપરાંત હોસ્પિટલો ક્ષતિગ્રસ્ત થવાથી અંદાજે 200થી વધુ દર્દીઓને તાત્કાલિક અન્ય સુરક્ષિત હોસ્પિટલોમાં ખસેડવાની ફરજ પડી હતી. બીજી તરફ, રશિયા દ્વારા સતત થઈ રહેલા આક્રમણ સામે યુક્રેનને સહયોગ આપવા માટે યુરોપિયન દેશોના હજારો સૈનિકો પણ મેદાનમાં ઉતરી રહ્યા છે. Previous Post Next Post