ઉતર ભારતમાં ફરી ‘કોલ્ડ એટેક’: ગાઢ ધુમ્મસ, શીત લહેર અને પહાડોમાં બરફવર્ષાથી જનજીવન અસરગ્રસ્ત

ફેબ્રુઆરીની શરૂઆતમાં જ ઉતર ભારતના હવામાનમાં અચાનક ફેરફાર જોવા મળી રહ્યો છે. મેદાની વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ અને કડકડતી ઠંડી ફરી વળી છે, જ્યારે પહાડી રાજ્યોમાં સતત બરફવર્ષા થઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્હી-એનસીઆર, ઉતર પ્રદેશ, પંજાબ, હરીયાણા અને રાજસ્થાનના અનેક વિસ્તારોમાં ઘનઘોર ધુમ્મસ છવાઈ જતાં દૃશ્યતા ભારે ઘટી છે, જેના કારણે માર્ગ, રેલ અને હવાઈ પરિવહન પર અસર પડી છે.

દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ હતી. કેટલાક વિસ્તારોમાં વિઝિબિલિટી 50 મીટરથી પણ ઓછી રહી હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે યેલો એલર્ટ જાહેર કર્યું છે. આજે દિલ્હીમાં ન્યુનતમ તાપમાન લગભગ 7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતા ઓછું છે. ઠંડી પવન અને ધુમ્મસના સંયોજનને કારણે લોકો ઠંડીથી બચવા ઘરમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે.

ઉતર પ્રદેશમાં પણ શીત લહેરની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. પશ્ચિમ યુપીના ગાઝીયાબાદ, મેરઠ, નોઈડા, હાપુડ જેવા શહેરોથી લઈને પૂર્વી યુપી સુધી ગાઢથી વધુ ગાઢ ધુમ્મસ છવાયેલું છે. અનેક જિલ્લાઓમાં ન્યુનતમ તાપમાન 5થી 10 ડિગ્રી વચ્ચે નોંધાયું છે. હવામાન વિભાગે આગામી એક-બે દિવસ સુધી ગાઢ ધુમ્મસ ચાલુ રહેવાની ચેતવણી આપી છે. કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ અથવા કરાવૃષ્ટિની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે ઠંડીમાં વધુ વધારો થઈ શકે છે.

પંજાબ, હરીયાણા અને રાજસ્થાનના ઉત્તર ભાગોમાં પણ સમાન સ્થિતિ છે. સવાર અને રાતના સમયે વાહનચાલકોને ખાસ સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે. ધુમ્મસને કારણે રેલવે ટ્રેનોના સમયપત્રકમાં વિલંબ થયો છે, જ્યારે કેટલાક સ્થળે હવાઈ ઉડાનો પર પણ અસર પડી છે.

બીજી તરફ, ઉતરાખંડના પહાડી વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે હળવીથી મધ્યમ બરફવર્ષા નોંધાઈ છે. ચારધામ યાત્રાના માર્ગો, હેમકુંડ સાહીબ, ઔલી અને આસપાસના વિસ્તારો બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયા છે. બરફવર્ષાના કારણે તાપમાનમાં ભારે ઘટાડો થયો છે અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા પ્રવાસીઓને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

જમ્મુ-કાશ્મીરમાં પણ કડકડતી ઠંડીનો પ્રકોપ યથાવત છે. કુપવાડા જિલ્લાના સાધના હીલ વિસ્તારમાં ભારે બરફવર્ષાના કારણે આશરે 35 વાહનો ફસાઈ ગયા હતા. વહીવટીતંત્ર અને સુરક્ષા દળોએ રાતભર અભિયાન ચલાવી તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. પહેલગાવ અને ગુલમર્ગ જેવા પર્યટન સ્થળોએ પણ તાપમાન શૂન્યની નજીક પહોંચી ગયું છે, જેના કારણે સામાન્ય જનજીવન પર અસર પડી છે.

હિમાચલ પ્રદેશના કિન્નોર, કુલ્લુ અને લાહોલ-સ્પીતી વિસ્તારોમાં હિમસ્ખલનની સંભાવનાને ધ્યાનમાં રાખીને ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતીકાલે પણ ઉંચા અને પહાડી વિસ્તારોમાં કેટલાક સ્થળે હળવો વરસાદ અને બરફવર્ષા થઈ શકે છે.

હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, પશ્ચિમી વિક્ષેપ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ)ના સક્રિય થવાથી ઉતર ભારતમાં આ હવામાન પરિવર્તન જોવા મળી રહ્યું છે. આગામી કેટલાક દિવસો સુધી ઠંડી અને ધુમ્મસની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે. વહીવટીતંત્રએ નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા, વાહન ચલાવતી વખતે ધીમું ચલાવવા અને હવામાનની તાજી જાણકારી પર નજર રાખવા અપીલ કરી છે.ફેબ્રુઆરીની શરૂઆતમાં જ ઉતર ભારતના હવામાનમાં અચાનક ફેરફાર જોવા મળી રહ્યો છે. મેદાની વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ અને કડકડતી ઠંડી ફરી વળી છે, જ્યારે પહાડી રાજ્યોમાં સતત બરફવર્ષા થઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્હી-એનસીઆર, ઉતર પ્રદેશ, પંજાબ, હરીયાણા અને રાજસ્થાનના અનેક વિસ્તારોમાં ઘનઘોર ધુમ્મસ છવાઈ જતાં દૃશ્યતા ભારે ઘટી છે, જેના કારણે માર્ગ, રેલ અને હવાઈ પરિવહન પર અસર પડી છે.

દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ હતી. કેટલાક વિસ્તારોમાં વિઝિબિલિટી 50 મીટરથી પણ ઓછી રહી હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે યેલો એલર્ટ જાહેર કર્યું છે. આજે દિલ્હીમાં ન્યુનતમ તાપમાન લગભગ 7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતા ઓછું છે. ઠંડી પવન અને ધુમ્મસના સંયોજનને કારણે લોકો ઠંડીથી બચવા ઘરમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે.

ઉતર પ્રદેશમાં પણ શીત લહેરની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. પશ્ચિમ યુપીના ગાઝીયાબાદ, મેરઠ, નોઈડા, હાપુડ જેવા શહેરોથી લઈને પૂર્વી યુપી સુધી ગાઢથી વધુ ગાઢ ધુમ્મસ છવાયેલું છે. અનેક જિલ્લાઓમાં ન્યુનતમ તાપમાન 5થી 10 ડિગ્રી વચ્ચે નોંધાયું છે. હવામાન વિભાગે આગામી એક-બે દિવસ સુધી ગાઢ ધુમ્મસ ચાલુ રહેવાની ચેતવણી આપી છે. કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ અથવા કરાવૃષ્ટિની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે ઠંડીમાં વધુ વધારો થઈ શકે છે.

પંજાબ, હરીયાણા અને રાજસ્થાનના ઉત્તર ભાગોમાં પણ સમાન સ્થિતિ છે. સવાર અને રાતના સમયે વાહનચાલકોને ખાસ સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે. ધુમ્મસને કારણે રેલવે ટ્રેનોના સમયપત્રકમાં વિલંબ થયો છે, જ્યારે કેટલાક સ્થળે હવાઈ ઉડાનો પર પણ અસર પડી છે.

બીજી તરફ, ઉતરાખંડના પહાડી વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે હળવીથી મધ્યમ બરફવર્ષા નોંધાઈ છે. ચારધામ યાત્રાના માર્ગો, હેમકુંડ સાહીબ, ઔલી અને આસપાસના વિસ્તારો બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયા છે. બરફવર્ષાના કારણે તાપમાનમાં ભારે ઘટાડો થયો છે અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા પ્રવાસીઓને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
 
જમ્મુ-કાશ્મીરમાં પણ કડકડતી ઠંડીનો પ્રકોપ યથાવત છે. કુપવાડા જિલ્લાના સાધના હીલ વિસ્તારમાં ભારે બરફવર્ષાના કારણે આશરે 35 વાહનો ફસાઈ ગયા હતા. વહીવટીતંત્ર અને સુરક્ષા દળોએ રાતભર અભિયાન ચલાવી તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. પહેલગાવ અને ગુલમર્ગ જેવા પર્યટન સ્થળોએ પણ તાપમાન શૂન્યની નજીક પહોંચી ગયું છે, જેના કારણે સામાન્ય જનજીવન પર અસર પડી છે.

હિમાચલ પ્રદેશના કિન્નોર, કુલ્લુ અને લાહોલ-સ્પીતી વિસ્તારોમાં હિમસ્ખલનની સંભાવનાને ધ્યાનમાં રાખીને ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતીકાલે પણ ઉંચા અને પહાડી વિસ્તારોમાં કેટલાક સ્થળે હળવો વરસાદ અને બરફવર્ષા થઈ શકે છે.

હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, પશ્ચિમી વિક્ષેપ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ)ના સક્રિય થવાથી ઉતર ભારતમાં આ હવામાન પરિવર્તન જોવા મળી રહ્યું છે. આગામી કેટલાક દિવસો સુધી ઠંડી અને ધુમ્મસની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે. વહીવટીતંત્રએ નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા, વાહન ચલાવતી વખતે ધીમું ચલાવવા અને હવામાનની તાજી જાણકારી પર નજર રાખવા અપીલ કરી છે.

You may also like

01 થી 07 માર્ચના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

મધ્ય પૂર્વમાં યુદ્ધનો પ્રભાવ: યુએઇ-બહેરીન સહિતના દેશોએ એરસ્પેસ બંધ કરી, ભારત-યુરોપ ફ્લાઇટ્સ પર મોટી અસર

રોહિત શેટ્ટી ફાયરિંગ મામલે નવો ઘટસ્ફોટ, આ દેશથી થયું હતું ફંડિંગ, ક્રાઈમ બ્રાન્ચનો દાવો

જમ્મુ-કાશ્મીરે લખ્યો સુવર્ણ અધ્યાય: 67 વર્ષ બાદ પ્રથમ રણજી ટ્રોફી ખિતાબ પર કબજો