દિલ્હી પોલીસ પર લિમિટેડ વીડિયો ક્લિપ દર્શાવ્યાનો દીપકેનો આરોપ Oct 12, 2026 નવી દિલ્હી,CJP નેતાઓ પ્રદર્શનની પરવાનગી લેવા પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશને પહોંચ્યાકોકરોચ જનતા પાર્ટી અને વિરોધ પક્ષો દ્વારા જ્ઞાનેશ કુમારના રાજીનામા અને વિરોધ પ્રદર્શનની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. દરમિયાન, CJP નેતા અભિજીત દીપકેએ દિલ્હી પોલીસ પર ગંભીર આરોપ લગાવતા જણાવ્યું છે કે પોલીસે તેમની કસ્ટડી સમયનો માત્ર અધૂરો અને ચોક્કસ વીડિયો જ જાહેર કર્યો છે. દીપકે દિલ્હી પોલીસને પડકાર ફેંકતા કહ્યું હતું કે, "જો હિંમત હોય તો કસ્ટડી દરમિયાનનો પૂરો અને સત્ય દર્શાવતો આખો વીડિયો જાહેર કરો".બીજી તરફ, CJPના નેતાઓ અને કાર્યકરો પ્રસ્તાવિત પ્રદર્શન અને રેલી માટે વિધિવત મંજૂરી મેળવવા નવી દિલ્હીના પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. જોકે, પોલીસે વિરોધ પ્રદર્શન માટે મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હોવા છતાં, નેતાઓએ લોકશાહી ઢબે પ્રદર્શન ચાલુ રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. Previous Post Next Post