દિલ્હીમાં બુલડોઝર એક્શન: 47 જર્જરિત ઈમારતો પર ત્રાટકતું MCD Oct 12, 2026 નવી દિલ્હી,સત્યા નિકેતનમાં મકાન ધરાશાયી થતાં પાંચનાં મોત બાદ તંત્ર હરકતમાં; ૨૮૨ પ્રોપર્ટી સીલપાટનગર દિલ્હીના સત્યા નિકેતન વિસ્તારમાં પાંચ દિવસ પહેલાં એક જર્જરિત પીજી ઈમારત ધરાશાયી થવાથી પાંચ લોકોના કરૂણ મોત નીપજ્યા હતા. આ દર્દનાક હોનારત બાદ દિલ્હી નગર નિગમ દ્વારા ૪૭ જેટલી અત્યંત જર્જરિત અને ભયજનક ઈમારતોને બુલડોઝર ફેરવીને ધરાશાયી કરી દેવામાં આવી છે, જ્યારે નિયમોનું ઉલ્લંઘન કરનારી અને જોખમી જણાતી ૨૮૨ જેટલી પ્રોપર્ટીને તાળાં મારી સીલ કરી દેવામાં આવી છે.આ ઉપરાંત, એમસીડીની ટીમો દ્વારા શહેરના તમામ ૧૨ ઝોનમાં ૧,૨૫૨ જેટલી પીજી અને રહેણાંક ઈમારતોનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં અનેક મકાનોમાં મોટા પાયે સમારકામની જરૂરિયાત હોવાનું સામે આવ્યું છે. ગેરકાયદે બાંધકામો સામેની આ કડક ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે તેવી જાહેરાત તંત્ર દ્વારા કરવામાં આવી છે. Previous Post Next Post