સાથીઓ જેલ હવાલે થતા કોકરોચ આંદોલનને બ્રેક મારવાની દીપકેની જાહેરાત Oct 21, 2026 નવી દિલ્હી,જ્ઞાનેશ કુમાર વિરુદ્ધનું આંદોલન હાલ પૂરતું સ્થગિતકોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અને રાષ્ટ્રીય સંયોજક અભિજિત દીપકેએ હાલ પૂરતું તેમનું આંદોલન સત્તાવાર રીતે મોકૂફ રાખવાની જાહેરાત કરી દીધી છે. પાર્ટીના વફાદાર સાથીઓ અને કાર્યકરો સૌરભ દાસ તેમજ આશુતોષ રાંકા કાનૂની મુશ્કેલીઓમાં ફસાઈને જેલ ભેગા થતાં અભિજિત દીપકે ભારે આઘાતમાં સરી પડ્યો હતો.સોશિયલ મીડિયા પર જારી કરાયેલા એક વીડિયો સંદેશમાં દીપકેએ જણાવ્યું હતું કે પ્રતિકૂળ સંજોગો અને કાયદાકીય દબાણ વચ્ચે તેમના સાથીઓ જેલની સજા ભોગવી રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે તેઓ અત્યંત ભાવુક થઈ ગયા હતા અને કેમેરા સમક્ષ તેમની આંખો છલકાઈ આવી હતી. દીપકેએ પોતાના તમામ કાર્યકરોને અપીલ કરી છે કે તેઓ આ આગામી તહેવારોની મોસમમાં પોતાના પરિવાર સાથે સમય વિતાવે અને આંદોલન પર હાલ પૂરતી બ્રેક લગાવવામાં આવે. Previous Post Next Post