દિલ્હીમાં દશેરા પર્વે રાવણ સાથે ૩૦ ફૂટના 'કોકરોચ'નું દહન Oct 21, 2026 દિલ્હી,સ્વચ્છતા જાગૃતિના નામે કોકરોચનું પૂતળું બાળવાના નિર્ણય સામે વિરોધદિલ્હીમાં દશેરા પર્વ નિમિત્તે આ વર્ષે પરંપરાગત રાવણ દહનની સાથેસાથે ૩૦ ફૂટ ઊંચા 'કોકરોચ'ના પૂતળાનું પણ દહન કરવામાં આવ્યું હતું. રાજધાનીના પીતમપુરા મેદાનમાં આયોજિત આ કાર્યક્રમ શ્રી કેશવ રામલીલા કમિટી દ્વારા યોજાયો હતો. કમિટીના પ્રમુખ અને મોડલ ટાઉનના ભાજપના ધારાસભ્ય અશોક ગોયલ દેવરાહાના જણાવ્યા અનુસાર, સમાજમાંથી ગંદકી અને બદીને મિટાવવા તેમજ 'સ્વચ્છ ભારત' અભિયાનને સમર્થન આપવા માટે આ 30 ફૂટના કોકરોચના પૂતળાને બાળવાનો અનોખો નિર્ણય લેવામાં આવ્યો છે 'કોકરોચ જનતા પાર્ટી'ના સંસ્થાપક અભિજીત દીપકેએ આ મામલે પ્રતિક્રિયા આપતા કટાક્ષભર્યા અંદાજમાં કહ્યું છે કે, 'ફ્રી પબ્લિસિટી માટે આપનો પ્રેમ આભાર.' Previous Post Next Post