ગાંધીનગર સચિવાલયની ખાલી ચેમ્બરોમાં એસી અને લાઈટોનો ધૂમ વપરાશ Oct 27, 2026 ગાંધીનગર,સામાન્ય પ્રજાને કરકસરના પાઠ ભણાવતી સરકારના અધિકારીઓની બેદરકારી છતીરાજ્યના સામાન્ય નાગરિકો અને ગ્રાહકોને વીજ બિલ ઘટાડવા તથા પાવર સેવિંગના પાઠ ભણાવવામાં આવે છે, પરંતુ સચિવાલયની અનેક ઓફિસોમાં ખુદ સરકારી બાબુઓ અને અધિકારીઓની બેદરકારીના કારણે મોટો વિરોધાભાસ ઊભો થયો છે.ગાંધીનગર સચિવાલયના બ્લોકોમાં આવેલી અનેક સરકારી ચેમ્બરો અને હોલ ખાલી હોવા છતાં ત્યાં મોટા પ્રમાણમાં એરકન્ડિશનર અને લાઈટો ચાલુ રહેતી હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે. કોઈ પણ અધિકારી કે કર્મચારી હાજર ન હોવા છતાં કલાકો સુધી ઠંડી હવા આપતા એસી અને વિજ્ઞાપન સમાન રોશની ચાલુ રાખવામાં આવતી હોવાથી મોટાપાયે વીજળીનો બગાડ થઈ રહ્યો છે. પ્રજાના ટેક્સના પૈસે ચાલતી આ સરકારી કચેરીઓમાં ઉર્જા બચાવ પ્રત્યેની આ પ્રકારની ઘોર ઉદાસીનતાને લઈને સામાન્ય પ્રજા અને કરદાતાઓમાં ભારે રોષ ફેલાયો છે. લોકોમાં ચર્ચા થઈ રહી છે કે સામાન્ય પ્રજા ઉપર નિયમોનું ભારણ નાખનાર તંત્ર પોતાના જ ઘરઆંગણે ઊર્જા સંરક્ષણના નિયમોનું પાલન કરાવવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. Next Post