પેટ્રોલ-ડીઝલ સહિતની પાંચ મહત્વની વસ્તુઓ જીએસટીના દાયરામાં આવવાના એંધાણ

પેટ્રોલ-ડીઝલ સહિતની પાંચ મહત્વની વસ્તુઓ જીએસટીના દાયરામાં આવવાના એંધાણ

નવી દિલ્હી,

કરદાતાઓ માટે ‘સહજ કર સંવાદ’ સિસ્ટમ લાવવાની કવાયત

કેન્દ્ર સરકાર દ્વારા ‘જીએસટી ૩.૦’ લોન્ચ કરવાની દિશામાં કામગીરી અત્યંત ઝડપી બનાવી દેવામાં આવી છે. આ નવી કર વ્યવસ્થા અંતર્ગત લાંબા સમયથી ચર્ચામાં રહેલા પેટ્રોલ અને ડીઝલ જેવા ઈંધણને પણ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ હેઠળ સામેલ કરવા અંગેના સંકેતો મળી રહ્યા છે, જેના કારણે ભવિષ્યમાં ઈંધણના ભાવો સામાન્ય જનતા માટે રાહતરૂપ સાબિત થઈ શકે છે.

જીએસટી ૩.૦ ના અમલીકરણ સાથે જ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલ સહિત અંદાજે પાંચ જેટલી મહત્વપૂર્ણ ચીજવસ્તુઓને જીએસટીના દાયરામાં લાવવાની તૈયારી ચાલી રહી છે. જો આ પ્રસ્તાવને અંતિમ મંજૂરી મળે છે, તો રાજ્ય અને કેન્દ્રના અલગ-અલગ ટેક્સ માળખામાંથી છૂટકારો મળી શકે છે અને દેશભરમાં ઈંધણના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે. આ ઉપરાંત, વ્યાપારીઓ અને કરદાતાઓની સુવિધા માટે સરકાર દ્વારા એક નવી સિસ્ટમ પણ લાવવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ‘સહજ કર સંવાદ’ દ્વારા ટેક્સ સબંધિત પ્રક્રિયાઓને વધુ સરળ બનાવવામાં આવશે. આગામી દિવસોમાં આ નવી ટેક્સ સિસ્ટમને લઈને જીએસટી કાઉન્સિલ દ્વારા વધુ મહત્વના નિર્ણયો લેવામાં આવે તેવી પૂરી શક્યતા છે.

You may also like

ગાંધીનગર સચિવાલયની ખાલી ચેમ્બરોમાં એસી અને લાઈટોનો ધૂમ વપરાશ

ગાંધીનગર સચિવાલયની ખાલી ચેમ્બરોમાં એસી અને લાઈટોનો ધૂમ વપરાશ

અમદાવાદમાં નર્મદાની આવક સામે દૈનિક વપરાશ વધતાં પાણી કાપની આશંકાથી ચિંતા

અમદાવાદમાં નર્મદાની આવક સામે દૈનિક વપરાશ વધતાં પાણી કાપની આશંકાથી ચિંતા

નેતન્યાહુ ચૂંટણીની પૂર્વસંધ્યાએ ઈરાન પર ભીષણ હુમલો કરવાની ફિરાકમાં હતા