નેતન્યાહુ ચૂંટણીની પૂર્વસંધ્યાએ ઈરાન પર ભીષણ હુમલો કરવાની ફિરાકમાં હતા Oct 27, 2026 નવી દિલ્હી,આંતરરાષ્ટ્રીય મીડિયાના ખુલાસાથી મિડલ ઈસ્ટમાં ખળભળાટઆંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સ અને ગુપ્તસૂત્રોના હવાલેથી ખુલાસો થયો છે કે, ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ દેશમાં યોજાનાર મહત્ત્વપૂર્ણ ચૂંટણીની બરાબર પૂર્વસંધ્યાએ ઈરાન પર એકાએક લશ્કરી હુમલો કરવાની પેરવીમાં હતા. પોતાની રાજકીય સ્થિતિ મજબૂત કરવા અને ચૂંટણીમાં ફાયદો મેળવવા માટે આ મોટું સૈન્ય પગલું ભરવાની યોજના ઘડવામાં આવી હોવાની ચર્ચાએ વૈશ્વિક સ્તરે ભારે હલચલ મચાવી દીધી છે.બેન્જામિન નેતન્યાહુ દ્વારા ઈરાનના પરમાણુ મથકો કે લશ્કરી ઠકાણાઓ પર સચોટ હુમલો કરવા માટે સેનાને ગ્રીન સિગ્નલ આપવાની તૈયારીઓ ચાલી રહી હતી. જો કે, આ ગુપ્ત યોજનાની ભનક લાગતા જ દેશની સુરક્ષા એજન્સીઓ, લશ્કરી કમાન્ડર્સ અને કેટલાક પશ્ચિમી દેશોના દબાણને કારણે આ યોજના આખરી સમયે અટકાવી દેવામાં આવી હતી. નિષ્ણાતોનું માનવું છે કે જો તે સમયે ઈરાન પર હુમલો થયો હોત, તો મિડલ ઈસ્ટમાં પૂર્ણ કક્ષાનું મહાયુદ્ધ ફાટી નીકળ્યું હોત અને વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવો તેમજ અર્થવ્યવસ્થા પર અત્યંત વિપરીત અસરો પડી હોત. Previous Post Next Post