રાજકોટના પાંચ ઉદ્યોગકારોને કોલસાના વેપારમાં ઊંચા વળતરની લાલચ આપી ૧૪૪ કરોડની છેતરપિંડી

રાજકોટના પાંચ ઉદ્યોગકારોને કોલસાના વેપારમાં ઊંચા વળતરની લાલચ આપી ૧૪૪ કરોડની છેતરપિંડી

રાજકોટ,

રોકાણકારોના ભોળવીને બનાવટી સહીઓ અને દસ્તાવેજો દ્વારા કરોડો રૂપિયા સગેવગે કરનાર આરોપીઓ પોલીસ સકંજામાં


રાજકોટના ઔદ્યોગિક અને વેપારી વર્તુળોમાં સનસનાટી મચાવી દેતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના પાંચ જાણીતા ઉદ્યોગકારો સાથે આશરે રૂ. ૧૪૪ કરોડ જેટલી જંગી રકમની છેતરપિંડી આચરવામાં આવી હોવાનું બહાર આવતા સમગ્ર વેપારી આલમમાં હચમચ મચી ગઈ છે. આ કૌભાંડ પાછળ રાજકોટ અને અમદાવાદના ત્રણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CA) સહિતના મુખ્ય સૂત્રધાર સંડોવાયેલા હોવાનું ખુલ્યું છે.

બનાવ અંગે રાજકોટમાં બીગ બજાર પાછળ અમરનાથ મંદિર રોડ પર સાંઈનગરમાં રહેતાં જયેન્દ્રભાઈ મુળજીભાઈ અકબરી (ઉ.વ.56) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ટર્નરેસ્ટ રીસોર્સીસ પ્રા.લી. કંપનીના ડાયરેકટરો જય હર્ષદકુમાર ચોટલીયા (રહે. સ્વાતિ ક્રિમશન એન્ડ ફલોવર શિલજ સર્કલ થલતેજ સરદાર પટેલ રીંગ રોડ, અમદાવાદ), મિતેષ કિરીટકુમાર સંઘવી (રહે. જનતા સોસાયટી ૩, મહિલા કોલેજ અન્ડર બ્રીજ પાસે, રાજકોટ) અને મનીષ ગોવિંદભલ ડાંગી (રહે. 41 અમરનાથ વિલાસ પ્રાઇડ આઇકોન પાસે સાયન્સ સીટી સર્કલ, સોલા ભાડજ ક્રોસ રોડ અમદાવાદ) નું નામ આપતાં આર્થિક ગુના નિવારણ શાખાએ જીપીઆઇડી એકટ સહિતની ગંભીર કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.

વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ હાલમાં નિવૃત જીવન પસાર કરે છે. પહેલાં તેઓ પોતાની રીતે તેમજ મિત્ર અરવિંદભાઈ જસમમતભાઈ રામાણીની સાથે વેપાર ધંધો કરતો હતાં. મિત્ર અરવિંદભાઈ રામાણી કે જેઓ અવધ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લી. નામે પેઢી ધરાવી વેપાર કરે છે. તેઓના સી.એ. તરીકે જય ચોટલીયા કામકાજ કરતા હોય જેથી તેઓની પાસે પોતાનુ તથા પોતાની કંપનીનુ ઇન્કમટેક્ષ રીર્ટન અને તેઓની કંપનીનાં ઓડીટનું કામકાજ કરાવતા હતા. તેમજ જય ચોટલીયા અરવિંદભાઈ રામાણીના આર્થિક સલાહકાર

આરોપીઓએ ઈન્ડોનેશિયન કોલસાની આયાત-નિકાસ અને વેપાર કરતી 'ટર્નરેસ્ટ રિસોર્સિસ પ્રાઇવેટ લિમિટેડ' નામની કંપનીમાં રોકાણ કરવા માટે આ ઉદ્યોગકારોને આકર્ષ્યા હતા. આરોપીઓએ કોલસાના ધંધામાં ટૂંકા સમયમાં અધધધ... ઊંચું વળતર (હાઈ રિટર્ન) મેળવવાની લાલચ આપીને પાંચેય ઉદ્યોગકારો પાસેથી કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું.

રાજકોટ અને અમદાવાદના ત્રણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સહિતના શખ્સોનું મોટું કારસ્તાન

ત્યારબાદ, આ કારસ્તાનીઓએ કાવતરૂં રચીને લોન રિન્યુઅલના દસ્તાવેજોમાં ભોળા વેપારીઓની બનાવટી સહીઓ કરી લીધી હતી અને કંપનીના નાણાકીય વ્યવહારોમાં મોટો ગોટાળો આચર્યો હતો. આરોપીઓએ રોકાણકારોની જાણ બહાર કંપનીના શેર, ડિપોઝિટ્સ તેમજ તેમની મોર્ગેજ (ગીરો) રાખેલી મિલકતોના દસ્તાવેજોનો દુરુપયોગ કરી નાણાં સગેવગે કરી દીધા હતા.

આ મામલે પીડિત ઉદ્યોગકારો દ્વારા કંપનીના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો, બેંક લોન અને અન્ય ગેરરીતિઓ અંગે સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવ્યા બાદ પોલીસે તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઐતિહાસિક અને ચકચારી કૌભાંડમાં સંડોવાયેલા મુખ્ય આરોપીઓને સકંજામાં લેવામાં આવ્યા છે, ત્યારે પોલીસ દ્વારા આ કૌભાંડના નેટવર્કમાં સંડોવાયેલા અન્ય શખ્સોની પણ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.

You may also like

ગુજરાત સરકારે એક વર્ષમાં પેટ્રોલ ડીઝલથી રૂ. 21,992 કરોડની કમાણી કરી

ગુજરાત સરકારે એક વર્ષમાં પેટ્રોલ ડીઝલથી રૂ. 21,992 કરોડની કમાણી કરી

દિલ્હી-યૂપી સહિત દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનનું એલર્ટ

દિલ્હી-યૂપી સહિત દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનનું એલર્ટ

માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્વપ્નોના લાભ લેતા જૈન ભાવિકો

માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્વપ્નોના લાભ લેતા જૈન ભાવિકો

સોમવારથી મંગલમૂર્તિના જાજરમાન મહાઉત્સવનો મંગલ પ્રારંભ

સોમવારથી મંગલમૂર્તિના જાજરમાન મહાઉત્સવનો મંગલ પ્રારંભ