અમેરિકા અને યુરોપના દેશોમાં PHP પ્રોગ્રામિંગમાં ગંભીર બગ મળતા સરકારી વેબસાઈટો ઠપ

અમેરિકા અને યુરોપના દેશોમાં PHP પ્રોગ્રામિંગમાં ગંભીર બગ મળતા સરકારી વેબસાઈટો ઠપ

નવી દિલ્હી,

ફ્રાન્સ, નેધરલેન્ડ્સ અને બેલ્જિયમમાં ઓનલાઈન પોર્ટલ્સ અસ્થાયી રૂપે બંધ કરાયા

વેબસાઇટ્સ અને વેબ એપ્લિકેશન્સ બનાવવા માટે વૈશ્વિક સ્તરે સૌથી વધુ ઉપયોગમાં લેવાતી પ્રોગ્રામિંગ લેંગ્વેજ PHPમાં બે અત્યંત ગંભીર સુરક્ષા ખામીઓ (સિક્યોરિટી બગ્સ) સામે આવતાં આખી દુનિયાના ઈન્ટરનેટ જગતમાં ભારે હડકંપ મચી ગયો છે. આ ખતરનાક બગના કારણે સાયબર હેકર્સ કોઈપણ લોગિન કે ઓથેન્ટિકેશન વગર સીધા જ સર્વરના ડેટાબેઝ અને ફાઇલ સિસ્ટમ સુધી અનધિકૃત એક્સેસ મેળવી શકે છે.

આ સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને અમેરિકા અને યુરોપના અનેક દેશોએ સાવચેતીના ભાગરૂપે પોતાની મહત્ત્વની સરકારી વેબસાઇટ્સ અને ઓનલાઈન પોર્ટલ્સ અસ્થાયી રૂપે બંધ કરી દીધા છે. 

અમેરિકાની નેશનલ સિક્યોરિટી એજન્સી (NSA) દ્વારા તાત્કાલિક ટેકનિકલ એડવાઇઝરી જારી કરવામાં આવી છે, જેમાં તમામ સરકારી અને ખાનગી સંસ્થાઓને સર્વર સુરક્ષિત કરવા અથવા તરત જ સિસ્ટમ ડાઉન કરવા કડક સૂચના અપાઈ છે. ફ્રાન્સમાં પેરિસ પોલીસ પ્રિફેક્ચર સહિતના અનેક સ્થાનિક સરકારી પોર્ટલ્સ બંધ કરાયા છે. જ્યારે નેધરલેન્ડ્સમાં 'DigiD' ડિજિટલ આઇડેન્ટિટી સર્વિસ, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની વેબસાઇટ અને નેશનલ સાયબર સિક્યોરિટી સેન્ટરના પોર્ટલ્સ ડાઉન રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત, બેલ્જિયમના વિદેશ મંત્રાલયે પણ સુરક્ષા કારણોસર પોતાની સત્તાવાર વેબસાઇટ કામચલાઉ ધોરણે સ્થગિત કરી દીધી છે.

You may also like

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!