દેશના ૧૮ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, ઓડિશા અને યુ.પી.માં રેડ એલર્ટ Sep 11, 2026 નવી દિલ્હી,ભારે પવન સાથે મુશળધાર વરસાદની આગાહીથી પૂરની સંભાવનાછેલ્લા કેટલાક દિવસોથી દેશના અનેક ભાગોમાં ચોમાસું નબળું પડ્યું હતું અને તાપમાન તેમજ ઉકળાટમાં વધારો જોવા મળ્યો હતો, પરંતુ હવે હવામાનમાં મોટો પલટો આવ્યો છે. ચોમાસુ વિદાય લેતા પહેલા ફરી એકવાર સક્રિય બન્યું છે, જેના કારણે દેશના ૧૮ જેટલા રાજ્યોમાં વરસાદનું જોર વધવાની પૂરી સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા તાજેતરના અપડેટ મુજબ, બંગાળની ખાડીમાં સર્જાયેલા નવા લો-પ્રેશર ક્ષેત્રને કારણે હવામાનનો મિજાજ બદલાયો છે.બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશરની અસરહવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને વિશેષ કરીને ઓડિશા રાજ્યમાં અતિભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું છે. આ વિસ્તારોમાં નદીઓ અને નાળાઓમાં પૂરની સ્થિતિ સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. પ્રશાસન દ્વારા સંભવિત પૂર પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી માટે તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ખેતીના પાકને નુકસાન થવાની પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?ઓડિશા અને ઉત્તર પ્રદેશ ઉપરાંત મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ સહિત કુલ ૧૮ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું યલો અને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અનેક સ્થળોએ ભારે પવન સાથે મુશળધાર વરસાદ વરસી શકે છે, જેનાથી તાપમાનમાં ઘટાડો થશે અને લોકોને ભેજવાળા ઉકળાટમાંથી મોટી રાહત મળશે. Previous Post Next Post