કોંગીની શાળામાાં ભીષણ આગ: 26 વિધાર્થીઓના મોત, અનેક ઘાયલ

કોંગીની શાળામાાં ભીષણ આગ: 26 વિધાર્થીઓના મોત, અનેક ઘાયલ

નવી દિલ્હી,

બાજુના મકાનમાં લાગેલી આગ લાકડાથી નિર્મિત સ્કૂલમાં ઝડપથી પ્રસરી

કોંગોના પૂર્વ શહેર બુકાવુમાં ગુરુવારે એક અત્યંત દર્દનાક દુર્ઘટના બની હતી. અહીં એક ઘરમાં લાગેલી આગ અચાનક નજીકની બે શાળાઓ સુધી ફેલાઈ ગઈ હતી, જેના કારણે થયેલી ભીષણ આગ અને નાસભાગમાં 26 વિદ્યાર્થીનાં મોત નીપજ્યાં છે જ્યારે અનેક વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.

સ્થાનિક વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, આગની શરૂઆત સૌપ્રથમ નજીકના એક ઘરમાં થઈ હતી. આ વિસ્તારમાં વસ્તી ખૂબ ગીચ છે અને મોટાભાગના ઘર લાકડાના બનેલા હોવાના કારણે આગે ખૂબ જ ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોતજોતામાં આ આગ તેની આજુબાજુ આવેલા ફુરાહા સેકેન્ડરી સ્કૂલ અને ઉજામા પ્રાઇમરી સ્કૂલ સુધી પહોંચી ગઈ હતી.

આ ગોઝારી ઘટનામાં કુલ 26 વિદ્યાર્થીઓનાં મોત થયા છે, જેમાં 19 છોકરીઓ અને 7 છોકરાઓ સામેલ છે. આગ અચાનક ફાટી નીકળવા અને ગૂંગળામણભર્યું વાતાવરણ થવાના કારણે કેટલાક વિદ્યાર્થીઓ શાળાની અંદર જ ફસાઈ ગયા હતા, જેના કારણે તેમનું શ્વાસ રૂંધાવાથી મોત થયું હતું.

શાળામાંથી બહાર નીકળવાના રસ્તાઓ ખૂબ જ સાંકડા હોવાથી આગ લાગ્યા બાદ ભારે અફરા-તફરી મચી ગઈ હતી. જીવ બચાવવા દોડતી વેળાએ કેટલાક વિદ્યાર્થીઓ નીચે પડી ગયા અને નાસભાગમાં દબાઈ જવાથી પણ તેમનું મૃત્યુ થયું હતું. જીવ બચાવવા માટે ઘણા વિદ્યાર્થીઓ બારીઓમાંથી કૂદી પડ્યા હતા.

આગની ઝપેટમાં આવેલા ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક સ્થાનિક સ્વાસ્થ્ય કેન્દ્રો અને હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. દર્દીઓની સંખ્યા ખૂબ જ વધારે હોવાના કારણે તબીબી સ્ટાફને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. સ્થાનિક સ્તરે રાહત અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે અને મૃત્યુઆંક વધવાની શક્યતા વ્યક્ત

You may also like

બેડી યાર્ડના વેપારી સાથે રૂ. 1.63 કરોડની છેતરપિંડી, સુરતના શખ્સ સામે ગુનો દાખલ

બેડી યાર્ડના વેપારી સાથે રૂ. 1.63 કરોડની છેતરપિંડી, સુરતના શખ્સ સામે ગુનો દાખલ

શિક્ષણમાં સરકારી દખલ બદલ ખાનગી શાળાઓના સંચાલકોની  ઉગ્ર આંદોલનની ચિમકી

શિક્ષણમાં સરકારી દખલ બદલ ખાનગી શાળાઓના સંચાલકોની ઉગ્ર આંદોલનની ચિમકી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

રાજકોટમાં ૩૪ હજારથી વધુ ફ્લેટધારકો સર્ટિફિકેટ વિહોણા: ફ્લાવર બેડ હપ્તા પદ્ધતિ સામે સંકટ

રાજકોટમાં ૩૪ હજારથી વધુ ફ્લેટધારકો સર્ટિફિકેટ વિહોણા: ફ્લાવર બેડ હપ્તા પદ્ધતિ સામે સંકટ