કીમોથેરાપીમાંથી મુક્તિની આશા: કેન્સરની દવા હવે મોં વાટે પણ લઈ શકાશે

કીમોથેરાપીમાંથી મુક્તિની આશા: કેન્સરની દવા હવે મોં વાટે પણ લઈ શકાશે

રાજકોટ,

મોહનલાલ સુખાડિયા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોની કમાલ

કેન્સરની પીડાદાયક સારવારમાં કીમોથેરાપી અને રેડિયેશનની આડઅસરોથી કંટાળેલા દર્દીઓ માટે મોહનલાલ સુખાડિયા યુનિવર્સિટીના ફાર્મસી વિભાગના પ્રોફેસર ડૉ. ગરિમા જોશી અને તેમના  સંશોધક વિદ્યાર્થી શેખ શાહનવાઝ કાદિરે મળીને કેન્સરની દવા હવે મોં વાટે (ઓરલ રૂટ દ્વારા) લઈ શકાય તેવી એક અદભુત ‘ઓરલ નેનો-ફોર્મ્યુલેશન’ ટેકનોલોજી વિકસાવી છે.

આ નવીન સંશોધન થકી દર્દીઓને પીડાદાયક ઇન્જેક્શનો તથા કીમોથેરાપી અને રેડિયેશનના ગંભીર પ્રભાવોમાંથી મોટી મુક્તિ મળી શકશે. યુનિવર્સિટીની આ સંશોધન ટીમ દ્વારા આ મહત્ત્વપૂર્ણ ટેકનોલોજી માટે પેટન્ટ પણ મેળવી લેવામાં આવી છે, જેને કારણે આગામી સમયમાં કેન્સરના દર્દીઓની સારવાર વધુ સરળ અને ઓછી ખર્ચાળ બનવાની સાથે વૈદ્યકીય ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચાશે.

You may also like

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!