જાપાનમાં મહિલા સાથે છેડતીના આરોપમાં ભારતનો પેરા સ્વિમર ડિપોર્ટ Oct 22, 2026 નવી દિલ્હી,નાગોયામાં હોટેલ કર્મચારી સાથે દુર્વ્યવહાર બદલ શમ્સ આલમ શેખ પર આજીવન પ્રતિબંધજાપાનના નાગોયા શહેરમાં આયોજિત એશિયન પેરા ગેમ્સ 2026માં હોટેલમાં ભારતીય પેરા સ્વિમિંગ ટીમ રોકાઈ હતી, તે જ હોટેલની એક મહિલા હાઉસકીપિંગ કર્મચારી પોતાના નિયમિત કાર્ય માટે 40 વર્ષીય શમ્સ આલમ શેખના રૂમમાં ગઈ હતી. આ દરમિયાન ખેલાડી દ્વારા તેની સાથે કથિત રીતે અયોગ્ય વર્તન અને છેડતી કરવામાં આવી હતી. પીડિત મહિલાએ તાત્કાલિક હોટેલ પ્રશાસનને જાણ કરતા જાપાની પોલીસે કડક કાર્યવાહી કરીને ભારતીય ખેલાડીની અટકાયત કરી જાપાની પ્રશાસને ત્વરિત પગલાં ભરતા શમ્સ આલમ શેખને કોઈ પણ પ્રકારની સ્પર્ધામાં ભાગ લીધા વગર જ ભારત તરફ ડિપોર્ટ (પરત મોકલી) કરી દીધા છે. બીજી તરફ, ભારતમાં પેરાલિમ્પિક કમિટી ઓફ ઈન્ડિયા (PCI) દ્વારા આ મામલે અત્યંત કડક વલણ અપનાવવામાં આવ્યું છે અને અનુશાસનભંગના આ ગંભીર કેસ બદલ સંબંધિત ખેલાડી પર રમતમાંથી આજીવન પ્રતિબંધ મૂકવાની ગંભીર વિચારણા ચાલી રહી છે. આ શરમજનક કૃત્યને કારણે ભારતની આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે બદનામી થઈ છે. Previous Post Next Post