અમદાવાદના CTM પાસેથી ₹૨૫.૫ કરોડના માદક પદાર્થો સાથે ૩ પેડલર્સ ઝડપાયા Oct 22, 2026 અમદાવાદ,અમદાવાદ અને સુરત ક્રાઇમ બ્રાન્ચનું સંયુક્ત ઓપરેશન: કુખ્યાત અપરાધીઓની ધરપકડઅમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા CTM ટોલનાકા નજીકથી અંદાજે ૨૫.૫ કરોડ રૂપિયાની માતબર કિંમતના પ્રતિબંધિત ડ્રગ્સ સાથે ત્રણ આંતરરાજ્ય ડ્રગ પેડલર્સની ધરપકડ કરવામાં આવી છે. એક્સપ્રેસ હાઈવે પર કરવામાં આવેલા આ દરોડામાં કુલ ૨.૫ કિલોગ્રામ MD ડ્રગ્સ અને ૪.૫ કિલોગ્રામ હેરોઈનનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ કૌભાંડમાં પકડાયેલા આરોપીઓની ઓળખ નવી દિલ્હીના રહેવાસી તિફેલ નોખેજ, ઉત્તર પ્રદેશના મેરઠના મોહમ્મદ ઇમરાન અલ્વી અને દિલ્હીના જ કફીલ અહેમદ તરીકે થઈ છે.ત્રણેય આરોપીઓનો ભૂતકાળમાં પણ ગંભીર ગુનાહિત ઇતિહાસ રહ્યો છે અને તેઓ અગાઉ પણ ડ્રગ્સની હેરાફેરી તથા અન્ય ગંભીર ગુનાઓમાં જેલની હવા ખાઈ ચૂક્યા છે. પોલીસ દ્વારા આ રેકેટના મુખ્ય સૂત્રધાર અને અન્ય સાગરિતો સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે. Previous Post Next Post