મોંઘવારી-બેરોજગારી સામે પાંચ યુરોપિયન દેશોમાં ઉગ્ર જનાક્રોશ Oct 20, 2026 નવી દિલ્હી,ફ્રાન્સ, આલ્બેનિયા, ઇટાલી, પોર્ટુગલ અને બેલ્જિયમમાં તોફાનો, લૂંટફાટ અને આગચંપીસમગ્ર યુરોપ ખંડ હાલમાં કમરતોડ ફુગાવો, સતત વધતી મોંઘવારી, યુવાનોમાં બેરોજગારી, રહેણાંક મકાનોની આસમાને પહોંચેલી કિંમતો અને સરકારી ભ્રષ્ટાચાર જેવાં આકરાં પરિબળો સામે જનતાનો આક્રોશ ફાટી નીકળ્યો છે. યુરોપના પાંચ મુખ્ય દેશો—ફ્રાન્સ, આલ્બેનિયા, ઇટાલી, પોર્ટુગલ અને બેલ્જિયમમાં લાખો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે, જેના કારણે અનેક શહેરોમાં સ્થિતિ સ્ફોટક બની છે.આલ્બેનિયાની રાજધાની તિરાનામાં ભ્રષ્ટાચાર, બેરોજગારી અને કથળતી શિક્ષણ વ્યવસ્થાના વિરોધમાં વડાપ્રધાન એડી રામાના રાજીનામાની માંગ સાથે સતત પાંચમા દિવસે હિંસક આંદોલન ચાલુ રહ્યું હતું. ઇટાલીના મિલાનમાં પણ વધતી મોંઘવારી અને આર્થિક સંકટ સામે યોજાયેલી કૂચ હિંસક તોફાનો, લૂંટફાટ અને આગચંપીમાં ફેરવાઈ ગઈ હતી. આ હિંસા અંગે ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ સખત શબ્દોમાં નિંદા કરતાં જણાવ્યું હતું કે, લોકશાહીમાં વિરોધનો અધિકાર છે પરંતુ સંપત્તિનું નુકસાન અસહ્ય છે. Previous Post Next Post