ભાવનગર જિલ્લામાં રાત્રે માત્ર બે કલાક જ ફટાકડા ફોડી શકાશે Oct 20, 2026 ભાવનગર,પ્રદૂષણ નિયંત્રણ અને સ્વાસ્થ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને જાહેરનામું પ્રસિધ્ધદેશભરમાં પ્રદૂષણ અને વાયુની ગુણવત્તાને નિયંત્રિત કરવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા જારી કરાયેલા નિર્દેશ મુજબ, દિવાળીના તહેવાર દરમિયાન લોકો રાત્રે માત્ર બે કલાક જ ફટાકડા ફોડી શકશે. આ નિર્દેશનું પાલન ભાવનગર જિલ્લામાં કરાવવા માટે એક જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે.જે મુજબ ફટાકડા ફોડવા માટે રાત્રે ૮:૦૦ વાગ્યાથી ૧૦:૦૦ વાગ્યા સુધીનો સમય મર્યાદિત કરવામાં આવ્યો છે. આ નિર્ધારિત સમય મર્યાદાનું ચુસ્તપણે પાલન કરાવવાની જવાબદારી પોલીસ અને સ્થાનિક પ્રશાસનને સોંપવામાં આવી છે. નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે. તંત્ર દ્વારા ગ્રીન ફટાકડાના વપરાશ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે, જેથી પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન પહોંચે. Previous Post Next Post