રાજકોટમાં માત્ર બે ઈંચ વરસાદથી રસ્તા બન્યા નદી, ગોઠણસમા પાણી ભરાયા

રાજકોટમાં માત્ર બે ઈંચ વરસાદથી રસ્તા બન્યા નદી, ગોઠણસમા પાણી ભરાયા

રાજકોટ,

વોકળાઓ પૂરી દેવાથી મુખ્ય માર્ગો પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ

શહેરમાં પ્રી-મોન્સૂન કામગીરીને લઈને મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતા મોટા-મોટા દાવાઓની વાસ્તવિકતા માત્ર બે ઇંચ જેટલા સામાન્ય વરસાદમાં જ પાણીમાં ધોવાઈ ગઈ છે. શહેરભરમાં વરસેલા અલ્પ વરસાદને કારણે ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને રસ્તાઓ પર પાણી નદીઓની માફક વહેવા લાગ્યા હતા.

મનપાના સત્તાધીશો દ્વારા ચોમાસા પહેલા ડ્રોનેજ લાઈનોની સફાઈ, વોકળા ઊંડા કરવા અને પ્રી-મોન્સૂન કામગીરી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યાના દાવા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ તદ્દન વિપરીત જોવા મળી છે. શહેરના અનેક વિસ્તારોમાં કુદરતી અને કૃત્રિમ વોકળાઓ તથા પાણીના નિકાલના રસ્તાઓ પર બાંધકામો કે ગેરરીતિઓના કારણે વોકળાઓ પૂરી દેવાયા હોવાથી વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થઈ શક્યો નહોતો.

પ્રિમોન્સૂન કામગીરીના લાખો-કરોડો રૂપિયાના ખર્ચ છતાં સામાન્ય વરસાદમાં જ તંત્રની પોલ ખુલી

પરિણામે, અંડરબ્રિજ , નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય રાજમાર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. અનેક સોસાયટીઓ અને રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘણા વાહનો પાણીમાં ફસાઈ જવાના કારણે બંધ પડી ગયા હતા, જેનાથી ટ્રાફિક વ્યવહાર પણ ગંભીર રીતે પ્રભાવિત થયો હતો.

વરસાદની આ પહેલી જ ઝાપટે તંત્રની અણઆવડત અને પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખતા સ્થાનિક રહીશો અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નાગરિકો દ્વારા તંત્રની આ નિષ્કાળજી સામે કડક કાર્યવાહી કરવાની અને આગામી દિવસોમાં આવી સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા ઉગ્ર માંગ ઉઠવા પામી છે.

You may also like

રાજકોટમાં એડીસ મચ્છરોનો ઉપદ્રવ: ડેન્ગ્યુ-મેલેરિયાના વધુ 2 કેસ સાથે સિઝનનો આંક ૩૬ પર પહોંચ્યો

રાજકોટમાં એડીસ મચ્છરોનો ઉપદ્રવ: ડેન્ગ્યુ-મેલેરિયાના વધુ 2 કેસ સાથે સિઝનનો આંક ૩૬ પર પહોંચ્યો

રાજકોટમાં માત્ર બે ઈંચ વરસાદથી રસ્તા બન્યા નદી, ગોઠણસમા પાણી ભરાયા

રાજકોટમાં માત્ર બે ઈંચ વરસાદથી રસ્તા બન્યા નદી, ગોઠણસમા પાણી ભરાયા

ગુજરાતમાં સરેરાશ ૮૦% વરસાદ વરસી ગયો: સરદાર સરોવર ડેમ ૯૫ ટકાથી વધુ ભરાયો

ગુજરાતમાં સરેરાશ ૮૦% વરસાદ વરસી ગયો: સરદાર સરોવર ડેમ ૯૫ ટકાથી વધુ ભરાયો

માત્ર ૨૨ દિવસમાં ખાંડના ભાવમાં રૂ. ૧૬ સુધીનો મોટો ઘટાડો

માત્ર ૨૨ દિવસમાં ખાંડના ભાવમાં રૂ. ૧૬ સુધીનો મોટો ઘટાડો