ગુજરાતમાં સરેરાશ ૮૦% વરસાદ વરસી ગયો: સરદાર સરોવર ડેમ ૯૫ ટકાથી વધુ ભરાયો

ગાંધીનગર,

રાજ્યના ૨૦૬ જળાશયોમાં પાણીની આવક વધતાં જળસંકટ હળવું થયું

ગુજરાતભરમાં આ ચોમાસાની સિઝનમાં સરેરાશ ૮૦ ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. સાર્વત્રિક વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે અને રાજ્યના જળાશયોમાં પણ જળસ્તર નોંધપાત્ર રીતે વધ્યા છે. રાજ્યમાં પડેલા વરસાદના સત્તાવાર આંકડાઓ અનુસાર, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૧૧૦.૮ ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૮૦.૫૮ ટકા, સૌરાષ્ટ્રમાં ૫૯.૨૮ ટકા અને કચ્છ વિસ્તારમાં ૩૦.૭૯ ટકા જેટલો સરેરાશ વરસાદ વરસ્યો છે.

વરસાદના સારા નસીબ દાયક માહોલને કારણે  સરદાર સરોવર ડેમ ૯૫.૧૬ ટકા ભરાઈ ગયો છે. આ સાથે જ રાજ્યના અન્ય ૨૦૬ જળાશયો સરેરાશ ૬૭.૨૮ ટકા જેટલા ભરાઈ ગયા છે, જેનાથી આગામી દિવસોમાં પીવાના અને સિંચાઈના પાણીની સુરક્ષા સુનિશ્ચિત થઈ છે.

You may also like

ગુજરાતમાં સરેરાશ ૮૦% વરસાદ વરસી ગયો: સરદાર સરોવર ડેમ ૯૫ ટકાથી વધુ ભરાયો

ગુજરાતમાં સરેરાશ ૮૦% વરસાદ વરસી ગયો: સરદાર સરોવર ડેમ ૯૫ ટકાથી વધુ ભરાયો

માત્ર ૨૨ દિવસમાં ખાંડના ભાવમાં રૂ. ૧૬ સુધીનો મોટો ઘટાડો

ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકી શકે છે': અમેરિકી સાંસદના દાવાથી હડકંપ

હોમ લોન સહિત વિવિધ લોનના હપ્તા વધી જશે, દિવાળી પહેલા હૈયાહોળી: મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, રિટેલ મોંઘવારી દર 5.95 ટકા પર પહોંચ્યો