યુક્રેન માટે અમેરિકાનો મોટો નિર્ણય, ગુપ્તચર માહિતી શેરિંગ પુનઃ શરૂ

યુક્રેન માટે અમેરિકાનો મોટો નિર્ણય, ગુપ્તચર માહિતી શેરિંગ પુનઃ શરૂ

નવી દિલ્હી,

રશિયન બેલિસ્ટિક મિસાઈલ હુમલાની અગાઉથી ચેતવણી મળશે; ઝેલેન્સ્કીની સહાય શરૂ થયાની પુષ્ટિ 

અમેરિકા દ્વારા તાજેતરમાં અટકાવી દેવામાં આવેલી ગુપ્તચર માહિતીઓ પૂરી પાડવાની પ્રક્રિયા ફરીથી શરૂ કરી દેવામાં આવી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદોમિર ઝેલેન્સ્કીએ પોતે અમેરિકા તરફથી મળતી આ મહત્વપૂર્ણ સૈન્ય ગુપ્તચર સહાય પુનઃ શરૂ થઈ ગઈ હોવાની સત્તાવાર પુષ્ટિ કરી છે, જેને યુક્રેન માટે રણનીતિક દ્રષ્ટિએ ખૂબ જ મોટી સફળતા માનવામાં આવી રહી છે.

અમેરિકાની આ ઇન્ટેલિજન્સ મદદ ફરીથી ચાલુ થવાને કારણે હવે યુક્રેનિય સેનાને રશિયા તરફથી છોડવામાં આવતી ઘાતક બેલિસ્ટિક મિસાઇલો તથા અન્ય હવાઈ હુમલાઓની આગોતરી ચેતવણી સમયસર મેળવવામાં મોટી સફળતા મળશે. આ માહિતીના આધારે યુક્રેન પોતાની એર ડિફેન્સ સિસ્ટમને સમયસર સક્રિય કરી શકશે અને પોતાના શહેરો તેમજ નાગરિકોને રશિયન મિસાઈલના તબાહીજનક હુમલાઓથી બચાવી શકશે.

યુદ્ધના આ નિર્ણાયક તબક્કે અમેરિકાના આ પગલાથી રશિયાના આક્રમણ સામે ઝીંક ઝીલી રહેલા યુક્રેની સૈન્યને મોટું પીઠબળ મળ્યું છે.

You may also like

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!